________________
૧૪
વર-ધમને પુનરુદ્ધાર. કરેજ, એ ન્યાયસિદ્ધ અને અનુભવસિદ્ધ બીના છે. ભાવુક મનુષ્ય પિતાના હૃદયમાં જુદી જુદી જાતની અસર ઉત્પન્ન કરવા ખાતર તેવી તેવી જાતની તબીરે પિતાની બેઠકમાં નથી ગોઠવી રાખતા કે? શૃંગાર રસમાં સજાયેલી રમણી અને વીરરસમાં તરબોળ થયેલ દ્ધાનાં ચિત્રો જેમ ગાર અને વીરરસની અસર ઉત્પન્ન કરે છે, તેમ ત્યાગ, તપસ્યા, સત્ય.
અહિંસા અને સેવા-ધર્મથી જાજવલ્યમાન આમાનું તાદશ ચિત્ર પણ આપણું હૃદય પર કેમ અસર ન કરે ! આવા રોગી પુરૂષનું ચિત્ર પ્રભાવેત્પાદક થાય છે તે પ્રશમરસનિમગ્ન, ચોગીશ્વર, વીતરાગપ્રભુની ધ્યાનમુદ્રા કાં આલ્હાદક ન થાય? આપણે હજુ એવા બાળક છીએ કે રાંઢવું પકડયા વગર નીસરણી પર નથી ચઢી શકતા, એટલે મૂર્તિનું અવલંબન લેવું એ આપણા જેવાઓ માટે રાંઢવું પકડવા બરાબર છે. કમમાં કમ, વીતરાગ દેવની શાન્ત આકૃતિની સન્મુખ ઉપસ્થિત થઈ તે પ્રભુની આત્મવિભૂતિનાં સ્મરણ–ભજન કરવાં એમાં તો કઈ પણ ફિરકાને વિચારક સજજન આપત્તિ ન બતાવી શકે. કેમકે એ ભાવપૂજા હોઈ એમાં આપત્તિ કરવાનું કારણ છે જ નહી.
આ થઈ મૂર્તિ-પૂજનની ઉપયોગિતા. હવે ગુણસ્થાનના અભ્યાસક્રમમાં જ્યારે છઠ્ઠ ગુણસ્થાન ઓળંગી. જઈએ, અથવા ગાભ્યાસની ઉંચી કક્ષા ઉપર ચઢી જઈએ, ત્યારે મૂર્તિ-પૂજનની જરૂર રહેતી નથી. જે બાળક રાંઢવું પકી નીસરણી ચઢતું હતું, તેની બાળદશા વીતી જવા પછી તેને નીસરણ ચઢતાં રાંઢવું પકડવું પડતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com