________________
અન્તિમ ઉગારે.
૧૨૯
બીજું કશું નથી. કેરી ક્રિયા મોક્ષે નથી લઈ જનારી, પણ કિયાગત પ્રશમભાવ જ મોક્ષનું ઉપાદાન છે. જરા ધ્યાન આપો ! એક જ સાધ્યને પહોંચી વળવા માટે શું એક જ સાધન હેાય છે કે એક જ સાધ્ય જુદા જુદા સાધન દ્વારા નથી પ્રાપ્ત થઈ શકતું કે? ક્રિયા તે એક બાહ્ય અંગ છે, તેમાં એકરૂપતા કદી હોઈ શકે જ નહિ. જરા ઉંડા ઉતરી વિચાર કરતાં સ્પષ્ટ માલૂમ પડશે કે, ક્રિયામાર્ગ હંમેશાં વિવિધતાવાળે જ હોય છે. અને એ દરેક માગે મુમુક્ષુ જે પોતાના આન્તર જીવનને કેળવી જાણે તે આત્મકલ્યાણના શિખર પર પહોંચી શકે છે. કેઈ ગછે એ ભાંજગડમાં ઉતરવું ન જોઈએ કે કયે ક્રિયામાર્ગ શ્રેષ્ઠ છે અને કયે નિકૃષ્ટ છે. ક્રિયાઓ તે બધીય સારી છે, જે એમાં પોતાને આત્મા પરેવાતું હોય છે. અન્યથા શુષ્ક ક્રિયાથી તે કેઈનું પણ કલ્યાણ થયું નથી. મોક્ષને ઈજારે અમુક ગચ્છ કે ફિરકાને જ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. ક્રિયા જેવી બાબત માટે ઝગડા કરવા એ તે મને બહુજ મૂર્ખાઈભરેલું લાગે છે. ક્રિયા-ભિન્નતાએ ભિન્નતા ગણાવી જ ન જોઇએ. ક્યિા-ભિન્નતાથી ભિન્નતા આવવી જ ન જોઈએ. એક ઘરની અંદરના માણસે ખાવાની ચીજો ભિન્ન ભિન્ન ગ્રહણ કરવા છતાં તે બધામાં એકીભાવ બન્યો રહે છે, તેમ ક્રિયાની ભિન્નભિન્ન રીતે ગ્રહણ કરવા છતાં બધા ગચ્છમાં એકલાવ બન્યો રહે જોઈએ. જુદા જુદા ગાની જે જે જુદી જુદી ક્રિયા-પદ્ધતિઓ છે તે પૈકી એક પણ “ક્રિયા વગર જ્યારે અનેકે મોક્ષને પામ્યા છે તો પછી તેને માટે આટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com