________________
અન્તિમ ઉદગારો.
૧૪૧
સમ્રાટ અને પાતાલવાસી સરદારે, આખા સંસારના લીડર અને સમગ્ર બ્રહ્માંડના નાયકે પોતાને માથે ચઢાવે છે. આ એ “વીર” ની વીતરાગ-દશાની પૂજા છે.
આપણે પણ એ પ્રભુને વીતરાગદશા મેળવવા માટે જ પૂજીએ છીએ. એ પ્રભુને આપણું નમન-વન્દન-પૂજન જે અહલૌકિક ફળ માટે હેય, અથવા સાંસારિક લાભ માટે હોય તોય ભક્તિને પ્રભાવ એ છે કે અન્તરાના પડદા ચીરાઈ જતાં અભીષ્ટ ફળ સાંપડે. કિન્તુ આવી મનોવૃત્તિ કનિષ્ઠ ગણાય. આપણે પ્રભુને વન્દન કરવા જઈએ છીએ એને ખરે હેતુ આપણા દોષનું પ્રક્ષાલન કરવાનું છે અને પ્રભુની ગુણરાશિનું ચિન્તન કરી તેમાંથી યથાશક્તિ ગુણગ્રહણ કરવા પ્રયાસ કરવાને છે. પ્રભુ-દર્શનને ઉદ્દેશ આપણી જીવનશુદ્ધિ કરવી યા આત્મશાન્તિ મેળવવી એ છે. રાગ-દ્વેષના ભયંકર ભડકાઓથી બન્યા–કન્યા આત્માને આત્મશાંતિ મેળવવાનું સાધન વીતરાગ-શરણ સિવાય બીજું એકકે નથી.
વીતરાગ પ્રભુની શાન્તમુદ્રાનું દશન તેના અનેક ગુણેનું આપણને સ્મરણ કરાવે છે, તેના પ્રત્યે ભક્તિ જગાડે છે, તેના શાસન-પથે ચાલવા ઉત્સાહ પ્રગટાવે છે અને અન્તઃકરણમાં એક મહાન પવિત્ર આનદ રેડે છે. પ્રભુની શાંત યુવા નિહાળતાં આપણને અનેકાનેક ઉરસ ભાવનાઓ જ્યુરી આવે છે અને આપણા અધપતિત જીવન માટે આપણા હૃદયમાં
પણ ઉપજે છે.
આપણે દર્શન કરવા જઈએ છીએ ધ્યાન વીતરાગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com