________________
૧૩૬
વીર-ધર્મને પુનરુદ્ધાર.
વિભાગે કંઇ પણ મહત્ત્વ રાખતા નથી. એટલે ડાહાને મન તે બધા ઉપભેદે-અંતજાતિઓ તુચ્છ અને હેય છે. એ ભેદપ્રભે ખરેખર સંઘશક્તિને ફોલી ખાનારા ઝેરીલા કોડા છે.
જેને પરસ્પર સાધર્મિક છે, એટલે તેમાં પરસ્પર * સગા ભાઈ જે નેહ હોવું જોઈએ. સુતરાં, પેટાવિભાગે યા ઉપજાતિઓ રહેવીજ કેમ જઈએ ? વાસ્તવમાં જેને એક અવિભક્ત જાતિ છે. અહનના શાસન-તરૂ નીચે જેમને વિસામે , તે બધાની એક જેન જાતિ હાય. કન્યાની લેવડ-દેવડના વ્યવહાર માટે જ્ઞાતિભેદના વાડા તે નાખી મેદાન વિશાળ બનાવવું જોઈએ. ન ભૂલવું જોઈએ કે એક ધર્મના અનુયાયીઓમાં જેટલા પેટાવિભાગો પડે છે, તેટલાજ તેમના જુદા જુદા ભાગલા પડી જાય છે, તેટલોજ તેમના એકીભાવમાં ધકકે પહોંચે છે, અને તેટલી જ નડતરે તેમનું સંગઠન થવામાં ઉભી થાય છે. નિસન્દહ, સંગઠનશક્તિના વિકાસ માટે અંતજાતીય ભેદની દિવાલે ભયંકર અંતરાયરૂપ છે. સમાજબળની પુષ્ટિ માટે તે દિવાલને તે પાડયેજ છુટકો છે. ત્યારેજ સામાજિક ઉત્થાનને માગ સરળ થવા સંભવ છે. અને એમાંજ જાતીય કલ્યાણનું મૂળ બીજ સમાયેલું છે. જ “ સારા અજાણt |
जिणसासणे पवना सब्वे ते पंधवा भणिया" ॥ બીજા–બીજા દેશોમાં જન્મેલા અને બીજા–બીજા ખેરાકથી પોષાયેલ શરીરવાળા, જિનાસનમાં દાખલ થયા પછી બધા ભાઈ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com