Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 159
________________ — ૧૩૪ વર-ધર્મને પુનરુદ્ધાર. બલાત્કાર કે જેર-જીલમ ન હોવાં જોઈએ. શુદ્ધ પોપકારભાવ ઉપર જ શુદ્ધિનું મંડાણ લેવું જોઈએ. શાંતિમય ઉપદેશથી મહામાના હદયપર પ્રભાવ પાડવામાં જ શુદ્ધિનું વાસ્તવિક બીજ સમાયું છે. એ રીતે આકર્ષિત થએલાઓને તેમના હિતની ખાતર “શુદ્ધિ” કરતાં વ્યાવહારિક કે સાંસારિક સગવડે પણ તેમને પુરી પાડવી જ જોઈએ. ત્યારેજ નવા જેનો બને ! કેરી વાતે કરવાથી, કે “સવિ છવ કરૂં શાસનરસી” ના ખાલી રાગ અલાપવાથી, કે કેવળ વ્યાખ્યાને ઝાડવાથી નવા જૈન નહિ થવાના. સમય સમય પર પૂર્વાચાર્યોએ “શુદ્ધિ”ન કરી હત તે આજે જનસમાજની શી દશા હેત? ધર્મસંસ્થા ઉદારેના હાથમાં આવતાં તેને પ્રસાર થાય છે, જ્યારે સાંકડા મનવાળાઓના હાથમાં આવતાં તેનું સર્કલ સંકેચાઈ જાય છે. વાણિયાઓ કે જેનો જ્ઞાતિભેદનું જેટલું અભિમાન લે છે તેટલું ધર્મનું પ્રશસ્ત અભિમાન નથી લેતા. “અમે ઓસવાળ છીએ, અમે વીશા છીએ” એમ મગરૂરીની સાથે પોતાને ઓસવાળ કેવીશા જાહેર કરશે, જ્ઞાતિ પરત્વે પોતાનું ગૌરવ બતાવશે, પણ “અમે જેન છીએ” એવું ધર્મવિષયક આત્મસમ્માન બહુ ઓછા પ્રમાણમાં જોવાય છે. જેમ આખા રાષ્ટ્રમાં રાષ્ટ્રીય ભાવના ફેલાવાની જરૂર છે, તેમ અખિલ જૈન સમાજમાં દરેક જેનની અસર “જેન” ભાવનાના પ્રચારની જરૂર છે. જ્ઞાતિભેદ તે તેમની દ્રષ્ટિમાં તુચ૭ સમજાવે જોઈએ. તેઓએ પિતાને “જેન” તરીકેજ જાહેર કરવામાં ખુશી માનવી જોઈએ. પોતાના નામ સાથે “જૈન” વિષષ લગાડવાની રીતિ દિગંબરામાં કયાંક જોવાય છે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180