________________
-
~
~
-
~
-
-
-
-
પુનર્લગ્ન. કે જેમણે પહેલી પત્ની મારી જતાં પુનર્લગનને વિચાર માં વાળી બ્રહ્મચારી-જીવન ધારણ કર્યું હોય !
ધીરજ ગુણ સ્ત્રીઓ ખીલવી શકે અને પુરૂષ ન ખીલવી શકે એવું કંઈ નથી. પુરૂષો પણ ધીરજ ગુણમાં આગળ વધી શકે છે. પણ સ્વતંત્રતાના મદમાં પી પુરૂષે પોતાની મર્યાદા વિસારી દીધી છે. અને જ્યારથી સ્ત્રી–વગ પર તેણે “નાદરશાહી” ચલાવવી શરૂ કરી ત્યારથી તે વર્ગની અધોગતિ શરૂ થઈ છે. હજુ પણ નારીને સમ્માનની વસ્તુ સમજવામાં આવે, વિધવાઓને અમંગળ ન સમજતાં તેમની પ્રત્યે આદરભાવ રાખવામાં આવે, તેમની આજીવિકાની અગવડે દૂર કરવામાં આવે અને તેમની સામે સ્વચ્છ વાતાવરણ રાખવામાં આવે તે તેમનાં હૃદય પર ઘણી સારી અસર થાય અને તેઓ પોતાની જિન્દગી સુધારી શકે. મહેાટે ભાગે આજીવિકાની કઠણાઈને લીધે તેમને આડા-અવળા કે પતનના વિચાર આવે છે, અને ઘર-કુટુંબના ત્રાસથી અકળાઈને પણ તેઓ ઉધે રસ્તે દોરવાઈ જાય છે. જે તેમના વૈધવ્ય–વત પ્રત્યે માનભર્યું વતન રખાય. તે તેમને પણ આત્મગૌરવને ખ્યાલ ઉપજે, અને તેમના સ્વમાનના ભાવ તેમને તેમના ઉચ્ચ આદર્શને વળગી રહેવા મજબૂત ટેકો આપે.
આ સિવાય ઉચ્ચ આદર્શ પર જાએલાં વનિતાવિશ્રામાનાં વિશુદ્ધ વાતાવરણ પણ વૈધવ્ય-જીવનને સફળ કરવામાં બહુ મદદગાર થઈ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com