________________
૧૧૨
વિર–ધર્મને પુનરુદ્ધાર.
પદવી પાછળ દેડમ કરે છે. સદગુણીને સંગ થતાં પદવીનું મહાવ વધે છે, જ્યારે નિર્ગુણીને પલે પડવાથી તે વગેવાય છે. ઉમેદવાર ચાહે નિરક્ષર-ભટ્ટાચાર્ય હેય, તે પણ તપક્રિયાના યે ગે તે “પન્યાસ થઈ શકે છે. તેવી જ રીતે એકાદ શિષ્યને સહકાર મળતાં અગ્ય હાલતમાં પણ “આચાર્ય ” પદવીના શિખર સુધી પહોંચી શકાય છે ! એક સમય એ હતું કે, પદવીનું કેટલું માન હતું ! પદવીધારી કેવા પૂજાતા ! પણ આજે તો પદવીઓને રાફડો ફાટતાં ઘઉં-કાંકરા ભેળસેળ થઈ ગયા છે, જે કે સાચા વિદ્વાનેનું જ્ઞાન-તેજ સમય પર ઝળક્યા વિના નજ રહે.
નીતિ-સૂત્ર તો એ છે કે – “ First deserve and then desire." અર્થાત્ પહેલાં યોગ્ય બને, પછી મને રથ કરે. અસ્તુ
વળી અમારામાં કેટલેક સ્થળે ચેલા-ચાપટ વધારવા ખાતર પણ કાવતરાં કંઈ ઓછાં થતાં નથી. મહાહનું વાદળ એવું ઘેરાયેલું છે કે, એક સમુદાયમાં ગુરૂ-ભાઈઓની અંદર અંદર પણ એકના ચેલાને બીજે હડપ કરવા જાળ પાથરે છે, એકની કમાણીને બીજે “હેયાં "કરી જવા મથે છે!
ન્હાના-મોટાના વન્દન-વ્યવહારને અંગે પણ મનેમાલિન્ય બહુ વધ્યું છે. એ બાબતના વાંધાએ સાધુ-વર્ગની બહુ વિચ્છિન્ન દશા કરી મૂકી છે. એક ધર્મશાળાના મકાનમાં પચાસ સંસારીઓ પોતાના ઉતારા કરી શકશે, પણ એક મકાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com