________________
સાધુ–સંસ્થા.
૧૧૭
ગુરૂજી તો “વા” ખાતા રહે અને ચેલે (દીક્ષા–વેષ વગર પણ) કામ કાઢી યે ! એવી અવસ્થામાં મેત આવી જાય, તેય સદ્ગતિ હાજરજ છે. દીક્ષા-ગુણેનું યોગ્ય પરિશીલન કર્યા પછી ચગ્ય ઉમ્મરે દીક્ષા ગ્રહણ કરાય તે એવા કૃત– પૂર્વાભ્યાસ મહાભાગ પર ચારિત્રની ગુલ કેવી દીપી ઉઠશે ! તેનું સંયમ–તેજ કેવું ખીલી ઉઠશે! અને જનતાને તેથી કેટલો લાભ પહોંચશે !
આમ યોગ્ય ઉમ્મરે જ્ઞાન–ચારિત્રની સમુચિત શિક્ષા સંપાદન કર્યા પછી અને અનુભવમાં આવેલી મેહ-રાજાની વિકટ બાણાવલીને પહોંચી વળવાની આત્મ-શક્તિને સંગ્રહ કર્યા પછી દીક્ષા લેવામાં કંઈ ખેવા જેવું છેજ નહિ. માત્ર ધીરજની જરૂર છે. વિલંબ થાય, પણ શંકિત કરતાં અશંકિત માર્ગ ગ્રહણ કર સારો.
લગ્ન-સંસ્થાને યથાયોગ્ય સુધારો થતાં ન બાલવિધવાઓની સંખ્યા વધવાની અને ન તેમને માટે દીક્ષાને પ્રશ્ન ઉઠવાને. મતલબ કે ન્હાની બાળા કે યુવતિને દીક્ષા આપવી એ ઉચિત નથી જણાતું. આચાર્ય શ્રીહીરવિજયસૂરિજીના સમયમાં પણ આવી જાતનું બંધારણ ઘડાયલું. પણ આજે તે બાલિકા પણ વૈધવ્યના કષ્ટથી કંટાળી અને ચેલીઓ માટે તરસી રહેલી સાધ્વીઓથી ભરમાઈ જઈ
* જુઓ ! શા. બાલાભાઈ કલભાઈએ પ્રકાશેલ “સંવિસાધુયોગ્ય નિયમસંગ્રહ " ના ત્રીજા પાને ૩૩ મી કલમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com