________________
૧૨૬
વીર–ધર્મને પુનરુદ્ધાર.
ભાવના પ્રકટ થતાં, એ બને ભાઈઓને મેળ થવો એ આ યુગમાં અશક્ય જેવું કેમ ગણાય?
ટૂંકમાં, દરેક ફિરકાઓ અને માં એ ભાવના હાડાહાડ પ્રસરી જાય કે-“ભિન્ન ભિન્ન રીતથી ક્રિયા કરવા છતાં પણ વીતરાગ-ધર્મ આરાધી શકાય છે,” તે જૈન શાસનના ઉદ્યોતનું શું પૂછવું.
બાકી એમાં તે શકજ નથી કે- લગભગ પચીશ વર્ષ પૂર્વે થયેલા ભગવાન મહાવીર દેવના અનુયાયી અને અહિંસાધર્મ તથા ઉચ્ચ તત્ત્વજ્ઞાનના વિસ્તારક એવા શ્રમણની સંસ્કૃતિ સમય-ધર્મ પ્રમાણે અનેક સંકેચ-વિકાસના હિંડેલે હીંચીને હજી સુધી પણ અખંડપણે ચાલી આવી છે. એ પરમ્પરામાં વર્તતા વર્તમાન જૈન સાધુઓમાં પણ, સમય-પ્રભાવે સનાતન નિયમાનુસાર, દરેક રાષ્ટ્ર, દરેક પ્રજા, દરેક સમાજ અને દરેકે દરેક વસ્તુમાં ફેરફાર થતું રહે છે, તેમ ક્ષતિઓ આવવા છતાં પણ આજે હિન્દુસ્તાનના સાધુઓમાં, નહિ, નહિ, દુનિયાભરનાં તમામ સાધુ–મંડળમાં તેમનું આસન ઉચું છે, એમાં શક નથી. આજે પણ તેમના ત્યાગને, તેમની કષ્ટ–ચર્યાને, તેમના વિકટ નિયમને જગતની કઈ પણ સાધુ-સંસ્થા પહોંચી શકે તેમ નથી. કાચી પૃથ્વી, કાચું પાણી, અગ્નિ અને લીલી વનસ્પતિ વગેરેને સ્પર્શ પણ ન કરવાનું, ન્હાનામાં ન્હાની બાલિકાને પણ ન અડકવાનું, કે જેટલું પણ અર્થ–સાધન નહિ રાખવાનું, કેઇને ત્યાં બેસીને નહિ જમવાનું, પીવાનું જળ સુદ્ધાં બીજાનું જ માંગી લાવીને પીવાનું, માથાપરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com