________________
આરોગ્ય અને બ્રહચર્યાશ્રમ.
૧૦૫ વાચન તેમનું ખૂન ચૂસી રહ્યું છે. જમાનાને ભપકે ઉપરથી સારા દેખાય છે, પણ અંદરખાનેથી બ્રહ્મચર્ય ઉપર ભારે કાપ મૂકાઈ રહ્યા છે. એનું જ પરિણામ છે કે સમાજ દિવસે દિવસે વધારે ગળતે જય છે. આવી હાલતમાં ધર્મભાવના ક્યાંથી ખીલી શકે ! જેમ એક વ્યક્તિ બ્રહ્મચર્યને નાશ કરીને આગળ વધી શકતી નથી, બલકે તેનું પતન થાય છે, તેમ સમાજ અને રાષ્ટ્ર પણ બ્રહ્મચર્યની સામે થઈ પિતાને સત્યાનાશ વાળે છે એમાં શક નથી. જીવનની દેરી, સમાજને સ્તંભ અને ધર્મને આધાર મુખ્ય બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનું તેજ એ ઈશ્વરીય તેજ છે. એની સામે ભૌતિક તેજ હમેશાં શીકાં પડે છે. એ મહાન પ્રકાશ સમાજમાં ફેલાયા વગર તેને કદી ઉદ્ધાર નથી.
અત્યારની વિષમ સ્થિતિમાંથી સમાજને ઉગારી લે હાય, હાલના દુબળ સમાજમાંથી મહાન પ્રજા ઉત્પન્ન કરવી હોય તે બ્રહાચર્યાશ્રમની સંસ્થાઓ ખોલવાની ખાસ જરૂર છે.
ભિન્ન ભિન્ન સ્થળે મોટા પાયા ઉપર તેવા આશ્રમે સ્થપાવાં જોઈએ. એ આશ્રમમાં સાત-આઠ વર્ષની ઉમ્મરથી દાખલ થયેલા બાળકે ઓછામાં ઓછી ૧૦-૨૦ વર્ષની ઉમ્મર સુધી જે તાલીમ મેળવશે તે કેટલી મહત્ત્વપૂર્ણ હશે એને વાચક
ખ્યાલ કરી શકે છે. તેટલાં વર્ષો સુધી અખંડ બ્રહ્મચર્યની સાધના સાથે વિદ્યોપાર્જન કરીને પછી બહાર નિકળેલા એ બ્રહ્માચારી વિદ્વાનેનું બ્રહ્મતેજ દુનિયા પર કેટલું અજવાળું નાંખશે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com