________________
આરોગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ.
ચિન્તાથી આરોગ્ય બહુ હણાય છે. એ હાલતમાં નિદ્રાદેવી પણ રૂઠી જાય છે. સુખ-નિદ્રાના અભાવે રાકનું બરાબર પાચન થતું નથી, અને તબિયત બગડે છે. કેટલાકનું મનેબન્ધારણ જ એવું હોય છે કે સામાન્ય બાબતમાં પણ તેમનું મન ચિંતાથી બળવા માંડે છે. ચિંતાથી બચવા માટે વિવેકજ્ઞાન દ્વારા મન ઉપર કાબુ મેળવવાની જરૂર છે.
આરોગ્ય માટે કપડાં–લત્તાંની જેમ બિછાનાં પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. તેને મેલાં-ગજાં રાખી છત્પત્તિ વધારવી એ જીવહિંસા કરવા બરાબર છે. સ્વચ્છતાના નિયમ પર ધ્યાન આપી જીવ-જન્તુઓ ઉપજવા ન પામે તેમ પહેલેથીજ ચેગ્ય ગોઠવણ રાખવી એજ ડહાપણભર્યું છે. એજ અહિંસાપ્રેમીનું કામ છે. ખેદની વાત છે કે–સુવાવી તરફ આપણા સમાજની એવી ઘણ-દષ્ટિ છે કે, તે બીચારીને ગુટેલા વાણુને ખાટલે અને સુવાવડ ખાતાનું રાખી મૂકેલું ગંધાતું ગાભા જેવું ગોદડું કે સારૂં આપે છે. જ્યાં ઉજાશ નથી, હવા આવવાની જગ્યા નથી એવી અંધારી કોટીમાં તે ગરીબને પૂરવામાં આવે છે. આ કેટલી મૂર્ખાઈ ગણાય! વળી બીજી મૂર્ખાઈ એ પેસી ગઈ છે કે સુવાવની સુવાવડ કરવામાં પાપ મનાયું છે. ગજબ! સુવાવડ એક જાતની માંદગી જ ગણાય. એવી માંદગીવાળીની સેવા-ચકૃષા કરવી એ સેવા-ધર્મ છે, અનુકપ્પા અને દયા છે, એ પરોપકારનું કામ છે. એમાં પુણ્યલાભ છે. બહેને આ વાતને ખાસ ધ્યાનમાં છે. અને સાધુ-સાધ્વીઓ પણ એવી બાધા આપવાની ખટપટમાં ભલા થઈ ન પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com