________________
૯૮
વીર–ધર્મને પુનરુદ્ધાર. આ ગન્ટાઈને લીધે તેઓ વગેવાય છે. બીજા દેશવાળાઓ તેમની ટીકા કરે છે, તેમને હસે છે. ગળામાં પાણી પીધેલા લેટા કે પ્યાલા ફરીથી બળાય એ ઓછી મલિનતા છે? એવા પાણીમાં અનેક માણસેનાં મોઢાની લાળ કે છોકરાંના નાકનાં લીંટ દાખલ થવાનો સંભવ નથી કે? આથી ધાર્મિક દષ્ટિએ સમૂછિમ જીવોની વિરાધના થવા ઉપરાંત ક્ષય, ખાંસી વગેરે ચેપી રેગે પણ લાગુ પડે. એઠા ભાત હાંડલામાં પાછા નંખાય, એઠી કરેલ રોટલી જેટલીના ભાજનમાં પાછી મૂકી દેવાય, કડછીથી કઢી ચાખીને પછી એની એ કડછી કઢીની હાંડલીમાં નંખાય, કાળા મેંશ જેવાં મહેતાંથી કામ લેવાય, કણેક મસળતાં પડખે બેઠેલ બાળકનું નાક સાફ કરી એવાને એવા લીંટાળા હાથે ફરી કણેક મસળાય, આવી આવી અનેક ગદાઈઓ વાણિયાઓનાં ઘરમાં ઘૂસેલી છે, એ ખરેખર શરમાવા જેવું છે.
આરોગ્યના અથએ આન-પાનની બાબતમાં સંભાળ રાખવાની છે. અજીર્ણની હાલતમાં સહુથી સરસ ઉપાય ઉપવાસ છે. ઉપવાસને મહિમા આજે પાશ્ચાત્ય પ્રજા પણ સમજવા લાગી ગઈ છે. તાવ આવે ત્યારે હાલેસરીઓ શીરો કરીને ખવરાવે, યા ઢેકળાં-ઢેબરાં કે ભજીઓ મહેઢે લગાડે. આ અજ્ઞાન ચેષ્ટા નથી ? તાવનું રામબાણ ઔષધ ઉપવાસ છે. ખેરાક પચ્ચાનું ચિન્હ એ છે કે દસ્ત સાફ આવે, અને ત્યારે જ ખરી ભૂખ લાગે. ખરી ભૂખ વગર જમવું યા આચડ-કુચહ પેટમાં નાંખવું એ રાગને નેતરવા જેવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com