________________
પુનર્લગ્ન
૫
હતી, જેમાં ૧૦૪૬૧ હિન્દુ હતી. આજે એ શહેરમાં હિન્દુ વેશ્યાઓ પચાસ હજારથી વધારે છે. ખાસ વેશ્યાને બંધ કરનારી વેશ્યાએ સન ૧૯૧૧ ની ગણત્રી મુજબ હિન્દમાં પાંચ લાખ ઉપર મનાય છે, જેમાં એવી વેશ્યાઓ કે જેઓ વેશ્યા-કર્મ કરવા છતાં, ભયથી કે શરમથી પોતાને “વેશ્યા નથી કહેવડાવતી, તેમને અને બીજી વ્યભિચારિણીઓને સમાવેશ નથી કર્યો. આમાં માટે ભાગ હિન્દુઓની વહુ-બેટીઓ છે. અને તે હિન્દુઓની લગ્ન-સંસ્થાની અનભિજ્ઞતા, સમાજની બેટી શરમ,ભીરતા અને નિર્દયતાનું મૂતિમસ્ત પરિણામ છે. આ પાંચ લાખ વેશ્યાઓની ચરણ–પૂજા પણ કંઈ ઓછી નથી થતી ! તેની પાછળ વર્ષ– દહાડે લગભગ ૬૩ કરેડ જેટલા રૂપીયા હિન્દુસ્તાન હમે છે! - આ તે ખુલા વ્યભિચારની વાત થઈ. પણ ગુપ્ત વ્યભિચારના સડાઓની જાંચ કરવી એ મનુષ્યની શક્તિથી બહાર છે. આ વ્યભિચારના પરિણામે દેશનું શક્તિ-ધન લુંટાય છે, યુવકેનાં બળ હણાય છે અને તેઓ અનેક ગરમીના રેગોના શિકાર બને છે. આથી વૈદ્યો, હકીમ અને ડાકટરને ભાવતું મળે છે અને તેમનાં ઘર ભરાય છે. દેશની આ દુર્દશાનું મૂળ વિધવા-જીવનની દુર્દશામાં સમાયેલું છે, એ ભૂલવું - નથી જોઈતું. એટલા માટે સમાજના સરદારે અને દેશભક્ત યુવકો તથા ધાર્મિક સજજનેનું કર્તવ્ય છે કે તેઓ એ દયાપાત્ર હેતેની ખબર ચે. દેશ સેવા તથા ધર્મોન્નતિનાં કાર્યોમાં તે હેને પણ પુરૂષ–વર્ગ એટલે પિતાને ફાળો આપી શકે તેમ છે. તેમનામાં કંઈ ઓછી શક્તિ નથી. તેમની શક્તિઓને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat