________________
પુનર્લગ્ન.
૮૩
નથી થતી ને પુનઃ પુનઃ લગ્ન માટે તેઓ વલખાં માર્યા કરે છે, તે બાળ-વિધવા થનારીની મને દશા કેવી ક૨વી! તેણીને તૃષ્ણ-પ્રવાહ શી રીતે અટકવાન!સાસુ–મા, દેરાણું-જેઠાણી, બહેન-ભાઈ વગેરે સધવાઓનાં વિલાસી જીવન વચ્ચે તેણીને પિતાની ચઢતી જુવાનીના દિવસે વિતાવવા એ કેટલી વિકટ સમસ્યા હશે!
પુરૂષ કરતાં સ્ત્રીની કામ-વાસના અધિક બતાવી છે, અને હેટ હેટા શ્રતધરે અને તપસ્વીઓ પણ સમયપર ગબી પડયા છે, ત્યારે બાળ-વિધવાઓથી બળાત્કારે બ્રહ્મચર્ય પળાવાની આશા રાખવી એ વિચિત્ર નથી કે !
આજે સમુચ્ચય હિન્દુ સમાજમાં કેટલીયે બાળ-વિધવાએ અવળી ઘાણીએ પીલાઈ રહી હશે ! નીતિષ્ટ થઈ રહી હશે ! ભયંકર પાપ કરી રહી હશે! કસાઈઓના હાથે રહેંસાઈ રહી હશે ! ઓ ! પ્રભુ ! તેમને કઈ બેલી! છે કે તેમને ઉગારનાર! છે કે તે બીચારીઓની કકળતી આંતરડીને ઠારનાર ! ઉફ ગજબ ત્રાસ ! ભયંકર અભ્યાધુંધી! રાક્ષસીય અત્યાચાર ! આવી બાળાઓના ઉકળતા નીસાસા, તેણીઓનાં હદયદક આક્રન્દન અને તેણીઓનાં કાળજાંમાં ભભકતી દુખાગ્નિના ભડકા સમાજને કુશળ–ક્ષેમે રહેવા દેશે કે !
બહારના વિધર્મીઓના જુલમ અને અંદરના સહવાસી યા સહચારીઓના અનાચાર વચ્ચે આજની વિધવા સન્તપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com