________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
હિન્દુ જાતિ કરેઢાની ગણતરીમાં છે. ૨૫ કરોડ હિન્દુ ઘટતા ઘટતા પણ બહુ લાંબા વખતે ઘટશે. વળી તેઓમાં અધિક જાતિઓ એવી છે કે જેમાં વિધવા-વિવાહ પ્રચલિત છે, જેથી તેમની સંખ્યા એકદમ કમ થતી ન લાગે. પણ જૈને તે પુરા બાર લાખ જેટલા પણ નથી રહ્યા. તેમાં પ્રાયઃ ત્રણ ચાર જાતિઓમાં જ વિધવા-વિવાહ પ્રચલિત છે, બાકી તમામ જાતિઓ બરાબર ઘટતી ચાલી છે.
સંયુકત પ્રાન્તના ૧૯૨૧ ની મનુષ્ય-ગણનાના રિપોર્ટમાં લખ્યું છે કે –
" Jains continue to decrease. This com. munity alone of all in the province decreased between 1881 and 1891 and there seems no doubt that it is dying out ” ' અર્થાત્ જૈન બરાબર ઘટતા ચાલ્યા છે. સન ૧૮૮૧થી ૧૮૯૧ ના વચ્ચે આ પ્રાતમાં ફકત આ જ જાતિ ઘટી છે. એમાં શક નથી કે આ જાતિ ખતમ થવા બેઠી છે.
પૂર્વ કાળમાં સતી-દાહની રાક્ષસીય પ્રથા એવી હતી કે પતિના મૃત્યુ પાછળ વિધવાને જબરન-ફરજીયાત પતિની ચિતામાં બળી મરવું પડતું હતું. હિન્દુ શાસ્ત્રના નામે હિન્દુઓ વિધવાઓને ભડભડતી આગમાં સળગાવી દેતા હતા. બીચારી અબળા બળતી આગમાંથી બહાર છુટવા મથતી, કે પુરૂષો ટી હેટી લાડીઓથી ઠોકી ઠેકીને તેણીને આગમાં ખાસી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat