________________
વીર-ધર્મને પુનરુદ્ધાર. હદયદ્રાવક દુર્દશા જોતાં તેવીઓનાં પુનર્લગ્ન માટે સ્પષ્ટ ઉપદેશ આપી રહ્યા છે અને યુવકને તેવી બાળા મળે ત્યાં સુધી કુમારી સાથે લગ્ન ન કરવાની ભલામણ કરી રહ્યા છે.
હિન્દુસ્તાનમાં હિન્દુ વિધવાઓની સંખ્યા સન ૧૯૧૧ ની ગણત્રી પ્રમાણે લગભગ અઢી કરોડ જેટલી (૨૬૪૨૧૨૬૨) ગણાયેલી, જેમાં પચીસ વર્ષ સુધીની આયુષ્યવાળી વિધવાઓ ૧૫૩૭૬૪૪, પન્દર વર્ષથી કમ ઉમ્મરવાળી ૩૩૨૪૭૨ અને દશ વર્ષથી કમ ઉમ્મરવાળી ૯૭૮૫૪ જેટલી છે. પાંચ વર્ષથી પણ ન્યૂન ઉમ્મરવાળી છેક હાની વિધવા બચીઓ પણ આ અગા દેશમાં મોજૂદ છે! અને તેમની સંખ્યા લગભગ ૧૨૦૨૪ સુધી પહોંચે છે. અરે ! એક વર્ષથી પણ કમ ઉમ્મરવાળી વિધવાઓ છ જેટલી !
જે દેશમાં બાળ-પત્નીઓની સંખ્યા એક કરોડથી વધારે હોય, અને એક એક-બબ્બે વર્ષની બચ્ચીઓ પણ પંદર-સત્તર હજાર જેટલી સંખ્યામાં બાળ-પત્નીઓ થઈને બેઠી હોય, તે દેશના દુર્ભાગ્યનું શું પૂછવું ! આવાં ભયાનક બાળ-લગ્નોથી યા તે અકાળ મેતના ગ્રાસ થવું પડે, ચા અકાળ વૈધવ્યના ભંગ થવું પડે, સિવાય બીજું શું પરિણામ આવે !
આટલી મોટી સંખ્યામાં “વિધવા-પટન” આ પૃથ્વીપીઠ પર હિન્દુસ્તાન સિવાય બીજે કયાંય નથી. દેશની આ દારૂણ વ્યાધિની ચિકિત્સા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી દેશદ્વારની ગમે તેટલી બૂમો પાડએ પણ કંઈ ન વળે.
બીજી કેમે કરતાં જૈન કેમમાં વિધવાઓની સંખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com