________________
પુનર્લગ્ન.
૭૯
કરીને, નારી–ધર્મના મૂળ આદર્શ પર ખ્યાલ રાખીને, સાહસ, આવેગ કે ઉતાવળ ન કરતાં, સ્થિર દષ્ટિ, શાન્ત મગજ અને ગંભીર પ્રજ્ઞાથી ઊહાપોહ કરવાની આવશ્યકતા છે.
કાનનની દષ્ટિમાં વિધવાનું પુનર્લગ્ન તેટલું જ ન્યાઓ છે, જેટલું, વિધુર પુરૂષનું પુનર્લગ્ન ન્યાપ્ય છે. તે પણ વિવેકની દષ્ટિમાં તે મને અવસ્થાઓમાં ભારે અન્તર છે. જેવી રીતે, પત્નીનું વ્યભિચાર-કર્મ પતિના વ્યભિચાર-કર્મ કરતાં વધારે નિન્ય છે, તેવી જ રીતે સ્ત્રીને પુનર્વિવાહ પુરૂષના પુનર્વિવાહથી વધારે ભદો અને નિકૃષ્ટ છે. એથી સ્ત્રીમાં તે પવિત્રતા અને તે સહજ લજજની ભારે કમી પ્રગટ થાય છે, જે, સ્ત્રી જાતિની સહુથી હેટી ચારૂતા અને માહિની શક્તિ છે.
પણ જેન-સમાજમાં જે ભયંકર હેળી સળગી રહી છે, અર્થાત્ દરવર્ષે લગભગ સાત-આઠ હજાર જેટલા માણસોને સંહાર થતું રહે છે, એટલે હરેક હશકે સિત્તર–એસી હજાર જેટલી મનુષ્યસંખ્યા ઘટયા કરે છે, એનું કારણ જણાવતાં પુનર્લગ્નના હિમાયતીઓ જે કહેવા માગે છે તે આ નીચે મુજબ છે.
જૈન સમાજમાં લગભગ એક તૃતીયાંશ પુરૂષ તે ગ્રહવાસના અભિલાષી છતાં સદાને માટે કુંવારા રહી જાય છે, અને એક તૃતીયાંશ સ્ત્રીઓ વિધવા બની સદાને માટે રંડાપે કહે છે. ગામ એક તૃતીયાંશ સ્ત્રીઓ અને એક તૃતીયાંશ પુરૂષ જાતીય દુશા અને સામાજિક બલાત્કારને લોગ થઈ અશાન ચિત્તે સન્તાનોત્પત્તિ-કર્મ થી બિલકુલ અલગ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com