________________
૬૨
વીર–ધર્મનો પુનરુદ્ધાર.
સાદે પિરાણ મૂકતા આવે છે, અને બહારથી આવતી બાઈઓ સાથે, વારે વારે ઘરની બાઈઓને છાજીયા લેવા અને છાતી કુટવા ઉતરવું પડે છે. એટલું જ નહિ, પણ એક પછી એક બહાર ગામથી આવનાર તે મહેમાનોના ટેળાને ગરીબના ઘર પર એટલો સખ્ત બે પડે છે કે તેના સળગતા કાળજા પર કડકડતું તેલ રેડાય છે! ગરીબ ધણી મરી જતાં તેની નિરાધાર બાળ-વિધવા ખુણામાં ધ્રુસકે ધ્રુસકે રેઈ રહી છે-દુઃખના સાગરમાં પટકાયલી તે બાળા હૃદયભેદક આક્રન્દ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બહારથી આવેલા ઘીમાં લચપચતા માલ-મલીરા ઉડાવી રહ્યા છે ! કેવી નિષ્ફરતા ! આ શેક જાહેર કરવા આવ્યા છે કે માલ ઝાપટવા આવ્યા છે ? સહાનુભૂતિ પણ તેમને કયાં બતાવવી છે? દિલાશે કે શાન્તિ આપવાને બદલે તેઓ ઉલટું એવું કરી મૂકે છે કે, દુખિયાઓના શેક-સંતાપને ઔર વધારે ઉત્તેજન મળે છે. કાણે-મોકાણે જનાર રેવા-કુટવાની અજ્ઞાન–જાળ યા દક્ષ્મજાળ પાથરી તે દુખિયાઓને વધારે રોવરાવે અને કુટાવે છે. જેનાર જેમ વધારે લાંબે સાદે પોક મૂકી રેવે અને કુટનાર, જેમ વધારે કુટે તેમ તેની વધારે પ્રશંસા થાય, અને એમાં પાછળ રહેનાર ટીકાને પાત્ર થાય ! અજબ અજ્ઞાનતા !
ખરી વાત એ છે કે, મરનારની પાછળ આત્મ-ભાવના કરવાની હોય,વૈરાગ્ય-ભાવને પિષીને બળતાં કાળજાને શાનિત આપવાની હોય. લેક–દેખાવ માટે કે રૂઢિવશ થઈને રહેવું કે કટવું એ મહામુખતાનું ચિન્હ છે અને મહાઆધ્યાન તથા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat