________________
દમ્પતિ-ધર્મ
૪૧
તે બીજી તરફ જતા હોય છે. આવી જ રીતે રવભાવ વગેરેમાં પણ વિરૂદ્ધતા હોય છે. આવા કજોડાને ગૃહસ્થાશ્રમની સુખશાન્ત મળે કે? બીચારા ઘણાને પિતાને સંસાર મહામુશીબતે અને બહુ બુરી હાલતે પસાર કરે પડે છે. લોકમાં કહેવાય છે કે–
શાક બગડયું તે દિવસ બગડ, અથાણું બગડયું તે વરસ બગડયું,
બાયત બગડી તો ભવ બગડે.” આચાર્ય મુનિચંદ્ર હારિભદ્ર ધર્મ-બિન્દુની વૃત્તિમાં અને આચાર્ય હેમચંદ્ર ચેગશાસ્ત્રમાં આઠ પ્રકારના વિવાહ બતાવે છે. તેમાં બ્રાહ્મ, પ્રાજાપત્ય, આર્ષ અને દેવ એ ચાર વિવાહને ધર્મે બતાવે છે. આ ચાર વિવાહમાં ભિન્ન ભિન્ન રીતે કન્યા-દાન આપવામાં આવે છે. અને ગાન્ધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ એ ચાર વિવાહને અધમ્ય કહે છે. માતાપિતાની સમ્મતિ વગર પરસ્પર અનુરાગથી મિલન કરવું એ ગાન્ધર્વ વિવાહ છે, શરતથી કન્યા-ગ્રહણ એ આસુર છે, બળાત્કારથી કન્યાગ્રહણ એ રાક્ષસ છે અને સુતેલી ચા પ્રમત્ત-અસાવધાન કન્યાને ઉઠાવી લઈ જવી એ પિશાચ છે. એક ગાન્ધર્વને છેડી બાકીના ત્રણે (આસુર, રાક્ષસ,પૈશાચ) સ્પષ્ટ અધમ્ય છે; પણ ગાધર્વ વિવાહ અધમ્ય ન હોઈ શકે. કેમકે ત્યાં પારસ્પરિક રૂચિ છે. કદાચિત આસુર, રાક્ષસ અને પૈશાચ વિવાહમાં પણ
* ભાયડે પણ ગણવો. ૧ પ્રારંભિક ૧૨ મા સત્રની વૃત્તિમાં. ૨ પ્રથમ પ્રકાશના ૪૭ મા કની વૃત્તિમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com