________________
૫૦
વીર-ધર્મને પુનરુદ્ધાર.
છે. પતિની દુરાચારી હાલતમાં પત્ની સદાચારિણી બની રહે એ બહુ મુશ્કેલીભરેલું છે, અને એ મુશ્કેલીને પાર કરનારી પત્ની ખરેખર વન્દનીય સતી છે.
પત્નીના ગૃહ-કાર્યમાં પત્ની–વત્સલ પતિ પણ યથાવકાશ મદદ આપવા તૈયાર જ રહે. એ તેનું કર્તવ્ય અને ભૂષણ છે. પત્નીની માંદગીની હાલતમાં પતિ તેણીની જેટલી સેવા-સુશ્રુષા કરે, તેણીને સુખી, નીરોગી અને નિશ્ચિત્ત બનાવવા જેટલી મહેનત લે એટલી ઓછી છે. પ્રેમ અને સ્નેહશ્રદ્ધાની કટી સમય પર થાય છે. પતિની બીમારીમાં પત્ની તેની સેવામાં જેમ તન્મય બની જાય છે, તેમ પત્નીની માંદગીમાં પતિએ પણ તેણીની સેવા–શુશ્રષામાં સર્વતેભાન તન્મય બની જવું જોઈએ. એ તેનું મહત્વ કર્તવ્ય છે. - સાધ્વી પત્નીની પ્રિયમાં પ્રિય વસ્તુ એક પતિ-પ્રેમ છે. તે મેળવવા અને તેને લાભ જાળવી રાખવા તે સદા પ્રયત્નશીલ હોય છે. સાથે જ પતિનું પણ એ મહાનું કર્તવ્ય છે કે તે પ્રાણ-પણથી પોતાની પત્નીને તેણીના પ્રેમને બદલો આપે, તેણુને સદા પ્રસન્ન રાખવાનું ધ્યાનમાં રાખે.
પત્ની પ્રત્યે પોતાના હાર્દિક પ્રેમનું યથાસંભવ સહુથી હે પ્રમાણુ પતિ એ આપી શકે છે કે, તે તેણીને પિતાને સમય આપે. વેપાર-ધંધા યા કરી અથવા બીજા કામકાજથી જે સમય મળે, તે તેણે પોતાના પરિવારને આપે જોઈએ. તે સમયમાં પોતાના પરિવારને જ્ઞાન-ગોષ્ઠીને આનંદ તથા લાભ આપ જોઈએ.એવા મનુષ્યને શું કહેવું, કે જેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com