________________
- ૫૫
દમ્પતિ-ધર્મ, પત્ની એ પતિની પ્રિયતમા, અને સાચે જ પ્રિયતમા હાઈ કરીને પણ પતિએ તેણીના ગુલામ-દબુ–દાસ ન બનવું જોઈએ. તેની વિચક્ષણ દષ્ટિ અને તેના પૌરૂષ તથા આત્મસમ્માનના ભાવ તેની જાણ–બહાર ન રહેવા જોઈએ. - પુરૂષની ભૂલ જે પત્નીની દષ્ટિમાં આવે અને તેણે તેને તે બાબત યોગ્ય સૂચના કરે તે પતિએ પણ શાન્તિપૂર્વક તે સાંભળી લેવી જોઈએ. અરસપરસની ભૂલ થતાં એક-બીજાને કહેવાને અધિકાર છે, અને એક-બીજાને શાંતિપૂર્વક સાંભળવું તથા ભૂલથી પાછા હઠવું એ બનેને ધર્મ છે. જો કે વિચારશીલા પત્ની તે તેવી બાબતને ઘણી વખત હૃદયમાંજ સમાવી દે છે
અને તેણીએ પ્રાયઃ સમય વિચારીને તેમ કરવું પણ જોઈએ. કિન્તુ પતિ-પત્ની સંસાર-રથનાં બે ચકો હેઈ અને બને ચકોની સરખાઈમાંજ રથ બરાબર ચાલતે હેઈ, પતિભક્તિશીલા પત્ની પ્રત્યે પતિનું પણ હૃદય તેટલું જ માયાળુ હોવું જોઈએ કે જેટલું પત્નીનું હૃદય પતિ પ્રત્યે માયાળુ હોય છે. એક કઠેર અને એક મૃદુલ, એક સુગન્ધી અને એક દુગન્ધી, એક રસીક અને એક નીરસ, એક પ્રેમી અને એક સ્વાથી, એક નીતિસમ્પન્ન અને એક લસ્પટ–આવું જે હોય તે તેવા બેહુદા પતિ-પત્નીના ઘર-સંસારને તે બ્રહ્યા દૂરથીજ નમસ્કાર કરે, અને–
છે અન્નનો યત્ર તત્ર રા! વાસ્થરમ્”— કહેનારી શ્રીદેવી તેવા ઘરને પડછાયો પણ શેને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com