________________
૫૪
વીર-ધર્મને પુનરુદ્ધાર.
ઉઠાવવું પડે છે. માટે જ આવી બાબતમાં ડાહ્યા પતિએ જરા પણ સાહસ ન કરવું ઘટે. ગંભીર હદયથી, ધીરજ રાખી, ઠંડા પેટે નિરીક્ષણ કરવું જોઈએ.
કદાચ સામાન્ય ભૂલ, જે મનુષ્યમાત્રને થયા કરે છે, જણાઈ આવે તે પતિએ ખાશ પકડવી જોઈએ. એ તેની આત્મ-ઉદારતાનું પ્રબળ પ્રમાણુ ગણાય. તે (પતિ) પોતે પણ ઢગલા જેટલી ભૂલે રેજ કર્યા કરે છે, એટલે તેના શાણા હૃદયમાં તે ભૂલ વિલીન થઈ જવી જોઈએ. ફક્ત તેણે યુક્તિપૂર્વક પ્રેમાળ શબ્દથી ડાહી પત્નીને ઈશારે માત્ર કરી દેવો ઘટે. વિશેષ ભૂલ જાણવામાં આવતાં તેનાં મૂળ કારણોની પરિસ્થિતિ શેધવી જોઈએ. તે કારણમાં પોતાની આત્મ-દુર્બળતાને સમાસ થતો હોય તે પોતે જાગૃત થઈ જવું જોઈએ. અને વિચિત્ર-વિકટ સંગોમાં ભલભલા પાણી થઈ ગયાને ગંભીર
ખ્યાલ કરી, મનને શાન્ત કરી, અન્દરની પ્રેમમય લાગણીને સપૂર્ણપણે જાળવવા સાથે બહારથી અપ્રસન્નતા અને કેપને ભાવ દર્શાવી તેણીનું ઉચિત રીતે દમન કરવું જોઈએ. જેથી ફરી તેવી ભૂલ થવા ન પામે.
પુત્ર ઉપર એવું વીતે તો બાપનું ઘર છોડે, મિત્ર મિત્ર વચ્ચે વહેમ દાખલ થાય એટલે મિત્રતા તૂટે, શ્રી ધણી ઉપર વહેમ લાવે છે તે સમસમીને બેસી રહે, પણ જે પતિ પત્નીને વિષે વહેમ લાવે તે પત્નીના તે બીચારીના ભાગજ મળ્યા; તે કયાં જાય? ઉંચ મનાતા વર્ણની હિંદુ સ્ત્રી અદાલતમાં જઈ બંધાયેલી ગાંઠને કપાવી પણ ન શકે, એવો એકપક્ષી ન્યાય તેને સારૂ રહેલો છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com