________________
દમ્પતિ-ધર્મ.
४८
તેવાં તેમનાં જીવન ઘડાય. આ જ કારણ છે કે શ્રીમાનેનાં ઘરમાં બાળક-બાલિકાઓને ન્હાનપણમાંથીજ ફેશનની બુરી લતમાં પાડવાથી મહેકી ઉમ્મરે તેઓની જીવનચર્યા પ્રાયઃ કલુષિત બની જાય છે.
સુશીલા પત્ની પણ એવી હોય કે અડધાથી ચાલતું હોય ત્યાં સુધી આખા માટે પોતાના પતિને તકલીફમાં ન નાખે. અને સાથે જ પતિ પણ પિતાની પત્ની પ્રત્યે એ વાત્સલ્યભાવ રાખે કે બનતી શક્તિએ વ્યાજબી રીતે પિતાની પત્નીને રાજી રાખવાનું કદી ન ચૂકે. દમ્પતિને જીવન-વ્યવહાર પરસ્પર હાર્દિક સહાનુભૂતિ અને શ્રદ્ધા-નેહપૂર્વક ચાલવામાં જ તેમનું– બન્નેનું કલ્યાણ સમાયેલું છે.
પરંતુ પુરૂષોજ જ્યારે ઉદભટ વિષ-વિન્યાસ કરીને મ્હાલે, ત્યારે તેમની પત્નીઓ ઉપર તેની શી અસર થાય ! પિતાની પત્નીઓને જે તેઓ સાદાઈને પાઠ શિખવવા માંગતા હોય તો પહેલાં તેમણે ખુદ તે પાઠને પોતાના વર્તાનમાં મૂકવું જોઈએ. ત્યારે બીજા પર તેની સારી અસર થઈ શકે.
પહેલાં કહ્યું તેમ, ઘણીવાર પુરૂષનાં દુર્ગ્યુસને તેમની પત્નીઓમાં દાખલ થાય છે, જે તેમને પોતાને ત્રાસરૂપ થઈ પડે છે. પતિને તે દુરાચરણની અન્ધારી રંગભૂમિ ઉપર તામસી ખેલે ભજવવા છે, અને પોતાની પત્નીને સદાચારિણી બનાવી રાખવી છે, એ કેટલું બધું અસમંજસ છે. પિતાની પત્નીને સદાચારિણી જેવા ઈચ્છનાર પતિએ પ્રથમ પતે સદાચારી બનવું જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com