________________
દમ્પતિ-ધર્મ.
૪૫
જેમ સ્ત્રીઓને સુધરવાનું કહેવામાં આવે છે, તેમ પુરૂષ-- વર્ગને પણ સુધારની લાઈન પર ખેંચી લાવવાની જરૂર છે. વસ્તુતઃ પુરૂષ જે સુશિક્ષિત અને સુસંસ્કારિત હોય તે ઘરને અન્ધકાર ઘણે અંશે ઓછો થઈ જાય. સ્ત્રીનું સદાચાર–તેજ ઉશૃંખલતારૂપી કાંટાની વાડમાં ફસાયેલા પુરૂષ સુધી પહોંચતાં કદાચ વાર લાગે, પણ પુરૂષની ધાર્મિક રેશની ઘરમાં અજવાળું નાખવામાં સત્વર સફળ થઈ શકે. કેટલાકે નું એમ પણ માનવું છે કે પત્ની સારી ચા ખરાબ થવી એ અધિકાંશ પતિના ઉપર અવલંબિત છે. એક સારી સ્ત્રીને પણ ખરાબ પતિ ખરાબ બનાવી શકે છે. પત્નીની જીવન–દશાને ઘણે ખરે ભાગ પતિને બનાવેલ હોય છે. કુમારી કન્યા પિગળેલ સીસાની બરાબર છે. તેણીને પતિરૂપી જેવા સાંચામાં ઢાળી દેવાય તેવી તે બને છે.
પુરૂષ યદ્યપિ સારું કમાતે હોય, તે પણ તેણે પિતાની પત્નીને મિતવ્યયી બનવાની જરૂરીયાત સમજાવવી જોઈએ. ઉચિત કરકસરથી થયેલ બચાવ કમાણુ બરાબર છે. પોતાની સ્થિતિ અને કુલીનતાને અનુરૂપ ખર્ચ રાખવામાં પોતાની શેભા છે. વિશેષ ઉદ્ભટપણું છાકટાવેડામાં પરિણત થાય છે. આથી લેકમાં હાસ્યપાત્ર થવાય છે. હેમચન્દ્રનું વચન છે કે – "व्ययमायोचित कुर्वन वेषं वित्तानुसारतः ।।
* યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના છેલ્લા “ કુલક ” શ્લોકોની અતર્ગત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com