________________
૨૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. પૈસાદાર ઘર તરફ ડોળા ન ફાડતાં સગુણ શક્તિને શોધવાનું પસંદ કરે; અને એ રીતે પિતાની પુત્રીને સુખના રસ્તે મૂકવી એ તેમનું સ્વાભાવિક અને આવશ્યક કર્તવ્ય છે. એ કર્તવ્યને પાલન કરવામાં તેઓ જેટલી ખામી રાખે, તેટલા તેઓ તે કન્યાના વિરાધક થાય, એક મનુષ્ય પ્રાણીના વિરાધક થાય અને સાથે જ સાથે પોતાની પ્રિય સખ્તતિના પણ વિરાધક થાય.
એક વૃદ્ધ અમીરે એક બાળા સાથે લગ્ન કર્યું, અને તેણીને હેટા બાદશાહી મહેલમાં લક્ષમીની અપૂર્વ સૌન્દર્યછટાથી સજાયેલા કમરામાં સુવર્ણ-સિંહાસન પર બિરાજમાન કરી તેની આગળ ભારે ભારે ઝવેરાત-હીરા, મોતી, માણેક, રત્ન પાથર્યા, અને પિતાની વિવિધ ઐશ્વર્ય-લક્ષમીને નિર્દેશ કરતે તે તેણીને રીઝવવા લાગ્યા. ત્યારે તે કન્યા હિમ્મત કરીને બાલી કે-હું સમજું છું કે તમારી પાસે દરિયા જેટલી લીમી છે, છતાં હું સ્પષ્ટ શબ્દોમાં કહી નાંખીશ કે, એક સાધારણ કુટીમાં, જેની જંઘામાં બાણ વાગ્યું છે, એવા પણ યુવકના વક્ષસ્થળ ઉપર માથું ટેકવીને પદ્ય રહેતાં મને જે પ્રસન્નતા ભાસે, તેનો આ લક્ષ્મી--મંદિરમાં મને હડહડતે દુકાળ લાગે છે.
વૃદ્ધ-લગ્ન યા અનમેલ વિવાહ માટે આ છે ફિટકાર નથી. ઉમ્મરના મેળ વગરને વિહિ એ અનમેલ--
વિહ છે. એનું જ બીજું નામ કડા-લગ્ન છે. એવાં લગ્નને, ખરું જોતાં શરીર–લગ્ન કહી શકાય, પણ એ હૃદય-લગ્ન યા પ્રેમલગ્ન તે ન જ હોઈ શકે. અને જ્યાં-હૃદય લગ્ન નથી, ત્યાં કેવા ભવાડા થાય છે એ જાણીતી બીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com