________________
લગ્ન-સંસ્થા.
રહ
ઉમ્મરનું આન્તરૂં ચાલુ જમાનાની હવા મુજબ ઓછામાં ઓછું પાંચ વર્ષનું હોવું હિતાવહ છે. ચૌદ વર્ષની ઉમ્મરની કન્યા સાથે ૧૯-૨૦ વર્ષના હૃષ્ટ–પુછ, સુચરિત યુવકનું લગ્ન એ ઠીક લગ્ન ગણાય. પાંચ વર્ષથી લઈ નવ– દશ વર્ષ સુધીનું આન્તરૂં અઘટિત નથી. પણ એથી વધારે આન્તરાવાળે વિવાહ એ અમેળ-વિવાહ ગણાય. વૃદ્ધ-લગ્ન એ તે અનમેળ-વિવાહની પરાકાષ્ઠા. વીસ વર્ષથી વધારે આતરાવાળો વિવાહ એ વૃદ્ધ-વિવાહ છે.
ઉમ્મરે વૃદ્ધ થવા છતાં પણ જેમની કામ-તૃષ્ણા શાન્ત થતી નથી અને જેઓ ઉંટના જેવી પિતાનો ગર્દન ઉપર બકરી યા બિલાડ લટકાવવા જેવું નીચ કૃત્ય કરવા લાગી જાય છે, તેઓ ખરેખર લગ્નના બહાને એક બાલિકાને બળતી ભઠ્ઠીમાં પટકે છે. ધનની કથળીઓના લાભમાં આંધળા બની પિતાના પરસેવાથી ઉત્પન્ન થયેલી પિતાની વહાલી પુત્રીને બુઢાને હાથે વેચનાર માબાપ,કસાઈને હાથે ગાય વેચનાર નરાધમો કરતાં પણ વધારે કૂર છે એવા જીવતાં માંસને વેચનાર તેવા પાપી માબાપને જોઈ મડદાં-માંસને વેચનાર કસાઈ પણ એક વાર જરથરી ઉઠે. પણ મને તે આવાં માંસને ભારોભાર વેચનાર નરાધમ માબાપ કરતાં પણ તેવા જીવતાં-માંસને ખરીદ કરનાર બુઠ્ઠા વધારે ચાંડાળ લાગે છે. તેવા છકી ગયેલા કાફર બુદ્દાઓજ લક્ષ્મીની કથળીઓ હામે ધરીને છોકરીના માબાપને છેકરીનું જીવતુ માંસ વેચવા લલચાવે છે, અને પછી એ હૈયાના કુટેલ માબાપ તે હરામખેર બુઠ્ઠાઓના રાક્ષસીય પ્રભનમાં ફસાઈ જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com