________________
૨૨
વીર–ધર્મનો પુનરુદ્ધાર.
માથું ઉંચુ કરે અને સમાજની હાલત જાણવા ઈન્તજાર થાય તે અવશ્ય, જે સમાજમાં તેઓ રહે છે, તે સમાજના આવા દુખિયા બધુઓની તેમને ભેટ થયા વગર ન રહે. તે દયાળુ શ્રીમન્ત પોતાના સામાજિક બધુઓની દુર્દશા એક વખત નિહાળે, તે જરૂર તેઓને એ સમજાઈ આવે કે, સાચું સાધમિકવાત્સલ્ય અમારામાં હેત તે અમારા બધુઓની આ દશા ન હત-અગર ન થાત. આમ વિચાર આવતાં, તે ડાહ્યા પુરૂષનું ધ્યાન પારસી જેવાઓની ઉદારતા તરફ ઝટ ખેંચાય, કે જેઓની મોટી મોટી સખાવતો તેમના સાધર્મિક-વાત્સલ્યને જવલંત પુરાવે છે. આ બધું તે મહાનુભાવોની નજર હામે આવતાં તેમનાં ઉંડા અન્તઃકરણમાંથી એજ દેવી અવાજ નિકળે કે – સર્વ ધર્મક્ષેત્રના આધારભૂત શ્રાવક-શ્રાવિકાવર્ગની સ્થિતિ સુધારવા પહેલી તકે કમર કસો ! આર્થિક-હીનતામાં રીબાતા તમારા બંધુઓની બાંહ પકડે! અજ્ઞાનરૂપ અન્ધકારમાંથી તેમને બહાર કાઢે ! અને તે નબળાઓને બળ આપે !
મારી સમજ મુજબ, કન્યાવિક્રય જેવાં પાપ પણ અધિકાંશે ગરીબાઈને અંગે થાય છે. તેવા સાધમિક બંધુઓની ગરીબાઈ તરફ ધ્યાન આપી તેમના ગૃહ-જીવનને ઉચિત ટેકે આપતાં અને લગ્ન આદિના પ્રસંગે ફિલ–ખચીંના રીત-રિવાજ ઓછા કરી નાંખતાં કન્યાવિક્રયની દારૂણ ઘટનાઓ બહુ ઓછી થઈ જાય, અને સાધારણ સ્થિતિવાળાઓને પણ તેવા પ્રસંગે હાડમારી લાગવવાને વખત નહિ આવે. ગરીબ માણસને પણ થોડામાં દીકરીનાં લગ્ન કરતાં ન સકેચ ખાવું પડશે, કે ન શર્મિc.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com