________________
લગ્ન-સંસ્થા,
૨૫
ભયંકર રંડાપાના દાખલા બહુ ઓછા બને એ સમજી શકાય તેમ છે. કીડા જેવા જતુને બચાવવા માટે આપણે ઉપગપૂર્વક ચાલીએ, યા પ્રવૃત્તિ કરીએ, તે ભલા, એક પંચેન્દ્રિય, મનુષ્યજાતિ કન્યા બાળવેધવ્ય યા તરૂણ–વેદવ્યરૂપ ભીષણ અજગરના મુખમાં સપડાવા ન પામે એ વિષેની પુરતી કાળજી લગ્ન-ક્રિયામાં ન રાખવી જોઈએ કે? નવયૌવનના નવીન વેગમાં આવી પડતું વૈધવ્ય એ નારીજાતિને માટે દારૂણ વાપાત છે. જે ક્રિયામાં આવા પ્રકારને ભય-પૂર્ણ પ્રશ્ન છે, જીવન-મરણ જે દારુણ પ્રશ્ન છે, તે ક્રિયા–તે લગ્નક્રિયા ઉચિત પરીક્ષા વગરજ કરી નંખાય છે?
આર્ય મનુષ્યમાં દયાની લાગણી સ્વાભાવિક હોય, તેમાં વળી પિતાની સંતતિ પ્રત્યે વાત્સલ્યભાવનું શું પૂછવું! છતાં જ્યારે સમાજનું બંધારણ વ્યવસ્થિત નથી હોતું, ત્યારે તેમને પોતાની વ્હાલી કન્યા પણ બેજારૂપ થઈ પડે છે, અને તેને કયાંય ઠેકાણે પાડી દઈ તે ઉપાધિના કષ્ટમાંથી છુટવા વિષેની સંતાપપૂર્ણ ચિન્તા ઉભી થાય છે. પછી એનું પરિણામ એ આવે છે કે પોતાની પ્યારી કન્યાની લગ્ન-ક્રિયા માટે ઉચિત પરીક્ષા ન કરતાં જેવા તેવાની સાથે તેને વળગાડી દેવામાં આવે છે. વળી કેટલાક મા-બાપો પિસાદારનું ઘર મેળવવા માટે એવા ઘેલા થઈ જાય છે કે તેઓ પોતાની વડાલી કન્યાનું હિત વિચારવાનું એકદમ વિસરી જાય છે, અથવા તેવું ઘર મેળવવાના લેભે તેઓ પિતાની પ્યારી કન્યાનું હિત જોવામાં જાણી જોઇને આંખ આડા કાન કરે છે; અને એથી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com