________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
માથે–વર્ણાલંબન અર્થાલંબન, અને પ્રતિમાદિ આલંબન એ ૩ આલંબન જાણવાં, અને યોગમુદ્રા, જિનમુદ્રા, તથા મુક્તાશુક્તિ મુદ્રા એ ૩ ભેદ વડે મુકાત્રિક જાણવું છે ૧૪
માવાર્થ-ચૈત્યવંદન સૂત્રોના અક્ષરે અતિસ્પષ્ટ, શુદ્ધ, સ્વર તથા વ્યંજનના ભેદ સહિત (ભેદ સમજાય તેમ), પદચછેદ જાદા પડે (શબ્દો છૂટા છૂટા સમજાય) તેવી રીતે, તથા સંપદાઓ (વિસામા) પણ સમજી શકાય તેમ અને ઉચિત વનિ પૂર્વક (બહું મોટા સ્વરે નહિ તેમ બહુ મંદ નહિ એવી રીતે) બોલવા તે વરંવન અથવા મૂત્રારંવન. તથા તે ચૈત્યવંદન સૂત્રોના અર્થ પણ સૂત્રો બોલતી વખતે પોતાના જ્ઞાનને અનુસારે વિચારવા તે અથર્જવન, તથા દંડકસૂત્રેના અર્થમાં આવતા વિચારતા) ભાવ અરિહંતાદિકનું પણ સ્મરણ કરવું, તેમજ જેની આગળ વંદના કરવાનો પ્રારંભ કર્યો છે તે પ્રતિમાદિક પણ સ્મૃતિ બહાર ન થવા જોઈએ (અર્થાત ભાવ અરિહંતાદિ અને સ્થાપના અરિહંતમાં પણ ઉપયોગ રાખ) તે તિમારિ સારંવન જાણવું. એ પ્રમાણે વર્ણાદિત્રિક અથવા આલંબનત્રિક કહ્યું,
તથા ૩ મુદ્રાઓનું સ્વરૂપ તે આગળ ગાથાથીજ દર્શાવાય છે, એ ૩ મુકાઓમાં પહેલી યોગમુદ્રા અને ત્રીજી મુક્તા શુક્તિ મુદ્રા એ બે હસ્તમુદ્રા છે, અને બીજી જિનમુક તે પાદ (પગની) મુદા છે.
૧ આ ત્રિકના ભેદનાં વર્ણઅર્થ આલંબન એ પણ ૩ નામ છે. ત્યાં આલંબન એટલે પ્રતિમાદિક એવો અર્થ થાય છે. જેથી આ ત્રિકનું નામ વર્જીવિત્ર છે, તે પણ મૂળ ગાથામાં પહેલો “ આલંબણુ” શબ્દ વર્ણ—અર્થ સાથે સંબંધવાળા હોવાથી “ આલંબન ત્રિક ” કહેવામાં વિરોધ નથી.
૨ અહિં પ્રશ્ન થાય કે વર્ણમાં અર્થમાં અને પ્રતિમામાં તેમજ ક્રિયામાં. મુદ્રામાં ઈત્યાદિમાં સર્વત્ર એકસાથે અનેક ઉપયોગ કેવી રીતે ઘટે ? કારણ કે એક સમયમાં કેવલિ ભગવતેને પણ બે ઉપયોગ હોતા નથી. તે સમાધાન તરીકે જાણવું કે–ચિત્તની શીઘ્ર ગતિ હોવાથી વર્ણથી અર્થમાં અર્થથી વર્ણમાં ઈત્યાદિ રીતે ભિન્ન ભિન્ન વખતે ભિન્ન ભિન્ન ઉપ