________________
૧૪૦
શ્રી ગુરૂવંદન ભાષ્ય.
મીએ સ્થાપના કલ્પ (કુલક)માં કહેલ છે. તથા વરાટ એટલે ત્રણ લીટીવાળા કોડા જાણવા, તે હાલ સ્થાપનાચાર્ય તરીકે દેખવામાં આવતા નથી, તે પણ તેમાં ગુરુની સ્થાપના થઈ શકે છે. અક્ષ અને કોડામાં ગુરુની સ્થાપના કરવી તે અમાવ સ્થાપના જાણવી, કારણ કે તેમાં ગુરુ સરખા પુરૂષ આકાર નથી.
તથા ચંદનના કાઇ સરખા બીજા પણ ઉતમ કાને ઘડીને ગુરુ સરખા આકાર બનાવી તે કામૂર્તિમાં ગુરુના ૩૬ ગુણ પ્રતિષ્ઠા વિધિ પૂર્વક સ્થાપી તેને ગુરુ માનવા તે ગુરુની સહૂમાય સ્થાપના જાણવી, અને ચારિત્રના ઉપકરણ તરીકે દાંડા અથવા આઘાની દાંડી વિગેરે સ્થાપવી તે ગુરુની કાષ્ટ સંધિ અસદ્ભાવ સ્થાપના જાણવી. તથા પુસ્ત્ર એટલે લેખ કર્મ અર્થાત્ રંગ વિગેરેથી ગુરુની મૂર્તિ આલેખવી તે, અથવા પુસ્તક જે જ્ઞાનનું ઉપકરણ છે તેને ગુરુ તરીકે સ્થાપવું તે પણ ગુરુ સ્થાપના જાણવી. તથા ચિત્રર્મ એટલે પાષાણ વિગેરે ઘડવા ચેાગ્ય પદાર્થને ઘડીને અથવા કારીને ગુરુ મૂર્તિ બનાવી હોય તેમાં પણ ગુરુની સ્થાપના કરાય છે, એ પુસ્તકર્માદિમાં ચથાયાગ્ય સદ્ભાવ અથવા અસદ્ભાવ સ્થાપના સ્વબુદ્ધિથી વિચારવી.
તથા ઉપર કહેલી અને પ્રકારની સ્થાપના. ગુરુવદન અથવા સામાયિક વિગેરે ધર્મ ક્રિયા કરતા સુધી જ અલ્પકાળ સ્થાપવી તે સ્વર સ્થાપના એટલે અલ્પકાળની સ્થાપના જાણવી, અને પ્રતિષ્ઠાદ્રિક વિધિ પૂર્વક કરેલી સ્થાપના તે તે દ્રવ્ય-વસ્તુ જ્યાં સુધી રહે ત્યાં સુધી ગુરુ રૂપે મનાય છે, માટેતે થાવથિત સ્થાપના જાણવી. (એમાં યાવતા=જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધીની કથિત=કહેવાયલી–કહેલી તે “ ચાવઋથિત ” એવા શબ્દાર્થ છે). એ સ્થાપનાને પણ સાક્ષાત્ ગુરુ તુલ્ય ગણી તેની સાક્ષીએ ધર્મક્રિયા કરવી, અને ગુરુની જેમ ગુરુ સ્થાપનાની પણ અશાતના ન કરવી.
૧ વર્તમાન કાળમાં ખરતર ગચ્છના મુનિરાજે કાષ્ઠની અસદ્ભાવ સ્થાન પના રાખે છે, અને તે સુખડની એક જ નાની પટીમાં ઘડેલી ૫ સાગઠી સરખા આકારની હાય છે કે જે પંચપરમેષ્ઠિને સૂચવનારી મનાય છે. ૨ એ અર્થ ચિત્રકર્મમાં પણ કરવા હાય તેા કરી શકાય છે.