________________
૨૧૬
પ્રત્યાખ્યાન ભાષ્ય,
માથાર્થ-ક્ષીર (દૂધ)-ઘી-દહિં-તેલ-ગોળ-અને પક્વાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈ છે, તેમાં ગાયનું-ભેંસનું-ઉંટડીનું-બકરીનું અને ગાડરીનું દૂધ એમ પાંચ પ્રકારનું દૂધ (વિગઈ તરીકે ગણાય) છે, દુ=અને ચાર પ્રકારનું છે ૩૦ . ઘી તથા દહિં છે તે ઉંટડી વિનાનું જાણવું. તથા તલ-સર્ષપ (=સરિસવ)-અલસી–અને કુસુંબીના ઘાસનું તેલ એમ ચાર પ્રકારનું તેલ (વિગઈ ૫) છે, તથા દ્રવળ અને પિંડોળ એમ બે પ્રકારને ગોળ વિગઈ તરીકે છે, અને તેલમાં તથા ઘીમાં તળેલું એ બે પ્રકારનું પકવાન્ન વિગઈ૫ જાણવું છે ૩૧ ||
મોવાર્થ–સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે--દૂધ પાંચ પ્રકારનું છે, અને દહિં તથા ઘી ચાર પ્રકારનું કહયું છે, તેનું કારણ કે જેમ ભેંસ વિગેરેના દૂધનું દહિ તથા ઘી બને છે, તેમ ઉંટડીના દૂધનું દહિં તથા ઘી બનતું નથી. તથા સ્ત્રો વિગેરેના દૂધ વિગઈ તરીકે ગણાતાં નથી, તથા ઉપર કહેલાં ચાર પ્રકારનાં તેલ સિવાય બીજાં એરંડીયું, ડોળીયું, કેપરેલ ભેયસિગનું, કપાસીઆનું, ઇત્યાદિ અનેક પ્રકારનાં તેલ છે પરંતુ તે વિગઈ તરીકે નથી, તો પણ તે તેને લેપકૃત તે ગણવા જોઈએ, [ જેથી આયંબિલાદિકમાં તેને પણ ત્યાગ થાય છે, તેમજ એ વિગઈરહિત તેલોના લેપથી લેવાલેવેણ આગાર રાખ જોઈએ-ઈતિ તાત્પર્ય. )
એ પ્રમાણે આ બે ગાથામાં ૬ ભક્ષ્યવિગઇના ર૧ ઉત્તરભેદ કહ્યા અને ચાર અભક્ષ્ય વિગઈના ઉત્તરભેદ કહેવાના હજી બાકી છે, તે પહેલાં ચાલુ પ્રસંગમાં અનૂકુળતા જાણી ગ્રંથકાર એ છે વિગઇનાં જે ૩૦ નીવિયાત થાય છે, એટલે એ વિગઈ તે અવિગઈ પણ થાય છે, તે અવિગઈનું સ્વરુપ જ પ્રથમ દર્શાવશે.
અવતરણ–દૂધ વિગેરે ૬ ભક્ષ્ય વિગઈ જે વિકૃતિ સ્વભાવવાળી છે, તે વિકૃતિ સ્વભાવ જે રીતે દૂર થઈ અવિકૃતિ સ્વ
१ शेषतैलानि तु न विकृतयः लपकृतानि तु भवन्ति । ति धर्म સં. વૃત્તિ વચનાતું. તથા આ ભાષ્યનીજ ૩૮ મી ગાથામાં પણ એ તેને લેપકૃત કહેવામાં આવશે.