Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 251
________________ પ્રત્યાખ્યાન ભાષ્ય. ન હેવાથી બન્ને જણ અતિ ચિંતાગ્રસ્ત રહે છે, પરંતુ ધર્મના પ્રિસાદથી પુત્ર પ્રાપ્તિ થશે એમ જાણું અત્યંત ધર્મારાધનમાં કાળ વ્યતીત કરે છે, કેટલેક કાળે પુત્રને જન્મ થયે તેનું ઘમિસ્ટ એવું નામ સ્થાપ્યું. તે અનુક્રમે મેટ થતાં અનેક કળાઓમાં નિપુણ થયે, સાથે ધર્મશાસ્ત્ર પણ શીખે, અને ધર્મક્રિયામાં અત્યત પ્રીતિવાળે થયો, માતપિતાએ એજ નગરના ધનવસુ શેઠની યશેમતિ નામની કન્યા પરણાવી, કે જે એકજ જૈનગુરુ પાસે ભણતાં ધમ્મિલ પ્રત્યે અનુરાગવાળી થઈ હતી. બન્ને જણ પિતાને સંસારવ્યવહાર સુખપૂર્વક ચલાવે છે. પરંતુ થોડે કાળે ધમ્પિલકુમાર ધર્મવૃત્તિમાં અને અધ્યાત્મરસમાં બહુ રસિક થવાથી સંસાર વ્યવહારથી વિરક્ત જે થ, નવપરિણીત સ્ત્રીને પણ માયાજાળ સરખી ગણવા લાગ્યો. યમતિએ પિતાના પતિની વિમુખતા અને પોતાના દુઃખની વાત સખીઓને કહી, અને સખીઓ પાસેથી ધમ્મિલની માતાએ પણ તે વાત જાણી શેઠને કહી. શેઠને પણ ચિંતા થઈ કે પુત્ર વ્યવહારમાર્ગ જાણતે નથી, અને લોકમાં પણ તે મૂર્ખ ગણાય છે. ત્યારબાદ તેના ઉપાય માટે શેઠની ઘણી મા છતાં શેઠાણીએ સંસારકુશળ થવા માટે ધમ્મિલને જુગારીઓને સસ્પે, તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. માતા વેશ્યાને ત્યાં દરેજ ધમ્મિલના મંગાવ્યા પ્રમાણે ધન મોકલે છે. અન્ત ઘણે કાળે માતાએ પુત્રને તેડવા મેકલ્યા છતાં ઘેર ન આવ્યો, માતાપિતા પુત્રના વિયોગમાં ને વિયેગમાંજ મરણ પામ્યાં, અને યમતિને માથે સર્વ ઘરભાર આવી પડે. પોતાને પતિ ધાન મંગાવે તે પ્રમાણે મોકલતાં યશામતિ પણ સર્વથા નિર્ધન થવાથી પિયર ચાલી ગઈ. - હવે ધનપ્રાપ્તિ બંધ થવાથી વસંતતિલકા પુત્રીને અતિપ્રેમ છતાં વસંતસેના વેશ્યાએ (અકાએ) ઘમ્મિલને દુર્દશા કરી ઘરમાંથી કાઢી મૂકે. તેને ભમતાં ભમતાં શ્રી અગડદત્ત મહામુનિ મળ્યા. તેમણે પોતાનું સવિસ્તર ચરિત્ર કહીને તે દ્વારા ઉપદેશ આપે તેથી પ્રતિબંધ પામ્યા છતાં ધમ્મિલકુમારે ગુરૂ મહારાજને કહ્યું કે–હે ગુરૂ મહારાજ ! મને હજી સંસારસુખની ઇચ્છા રહેલી છે, તે પૂર્ણ થાય તેવો ઉપાય બતાવે, પછી આપ કહેશે.

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276