Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 255
________________ ૨૫૦ પ્રત્યાખ્યાન ભાષ્ય.. ખ્યાન ધર્મ જ્યાં સુધી પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આત્માની મુક્તિ પણ નહિં જ થાય એવી સમ્યગ્રશ્રદ્ધા તે અવશ્ય રાખવી. ને પ્રત્યાખ્યાન ધર્મ સંબંધિ લૈકિક કુપ્રવચને વળી પ્રત્યાખ્યાન ધર્મની સન્મુખ થયેલા ધમી જીવોએ પ્રત્યાધર્મથી અને તેની ભાવનાથી પણ પતિત કરનારાં જે લિકિક પ્રવચને છે, તે જાણી સમજીને તેને ત્યાગ કરવો યોગ્ય છે, તે કુપ્રવચને આ પ્રમાણે – ૧–મનની ધારણા માત્રથી ધારી લેવું તે પચ્ચખાણજ છે, હાથ જોડીને ઉચ્ચરવાથી શું વિશેષ છે?—એ પ્રવચન. ૨– મરૂદેવા માતાએ ક્યાં પચ્ચખાણ કર્યું હતું? છતાં ભાવના માત્રથી મોક્ષે ગયાં, માટે ભાવના ઉત્તમ છે-એ કુપ્રવચન. ૩–ભરત ચક્રવતી છ ખંડનું રાજ્ય ભેગવતાં પણ વ્રત નિયમ વિના ભાવના માત્રથી કેવળજ્ઞાન પામ્યા. એ કુપ્રવચન. ૪–શ્રેણિકરાજાએ નવકારસી જેવું પચ્ચખાણ ન કરવા છતાં પણ પ્રભુ ઉપરના પ્રેમ માત્રથી તીર્થંકર ગાત્ર બાંધ્યું, માટે પચ્ચ૦ થી શું વિશેષ છે ? એ કપ્રવચન. ૧ આ કુપ્રવચનોમાં કેટલાંક વચનો શાસ્ત્રોક્ત પણ છે, પરન્તુ શાસ્ત્રમાં તે તે વચને જીવોને ધર્મ સન્મુખ કરવાની અપેક્ષાએ કહ્યાં છે, છતાં એજ વચનો પ્રત્યા. ધમ હલકો પાડવા માટે બોલાતાં હોવાથી કુપ્રવચને કહેવાય. * મરૂદેવા માતા. ભરતચી, અને શ્રેણિકરાજા ઈત્યાદિ છે જે કે વ્યક્ત ( લોક દ્રષ્ટિમાં આવે એ , પ્રત્યા ધર્મ પામ્યા નથી, તો પણ શાસ્ત્રદ્રષ્ટિએ તો વતનિયમાદિ અવ્યક્ત પણ પ્રત્યાખ્યાન ધર્મથી જ મોક્ષ ઇત્યાદિ ભાવ પામ્યા છે, તે પણ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં પરાધીન બનેલા, અને તેથીજ વિષયો ત્યાજ્ય છે એવી માન્યતારૂપ શ્રદ્ધામામાં નહિ આવેલા જીવો જ એવાં કુપ્રવચનો પ્રગટ કરી પ્રત્યાખ્યાન ધર્મને હલકો પાડે છે, પિતાની વિષયાધીનતાનો બચાવ કરે છે, અને ભક્ષ્યાભક્ષ્ય જેવા વિવેકમાં ન આવ્યા છતાં પણ આત્મધર્મીપણું દર્શાવવા પ્રયત્ન કરે છે.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276