Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 252
________________ દ્વાર ૯ મું (પચ્ચર થી આલોક પરલેકનું ફળ) ૨૪૭ તેમ કરીશ. ગુરૂએ કહ્યું–મુનિ સંસારિક સુખને ઉપાય બતાવે નહિ, પણ આમાં પરિણામે આશ્રવ તે સંવરરૂપ થનાર છે માટે ઉપાય બતાવું છું કે–તમારે છ માસ પર્યન્ત આયંબિલને ચઉવિહાર તપ કરવો, પણ દ્રવ્યથી મુનિવેષ અંગીકાર કરે, દેષ રહિત ગોચરી કરવી, મુનિપણું જાળવવું, અને નવકાર મંત્રના નવલાખ જાપ ઉપરાત ષડશાક્ષરી મંત્ર હું બતાવું છું તેને પણ જાપ કરવો. આ પ્રમાણે છ માસ સુધી કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. [અહિં શ્રી અગડદત મુનિએ ધમ્મિલ કુમારને ઘણે વિશેષવિધ વગેરે બતાવ્યું છે તે ધમ્મિલકુમારના ચરિત્રથી તથા રાસ વિગેરેથી જાણ.] ધમ્મિલ કુમારે ગુરૂ મહારાજના કહેવા પ્રમાણે યથાર્થ રીતે છ માસ પયત તપ જપ વિગેરે કરી મુનિવેષ તજી દીધો, ત્યાર બાદ દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા અશુભ કર્મના ક્ષયથી રાજ્ય સ્ત્રો પુત્રાદિકના વૈભવરૂપ અનેક પ્રકારનાં સંસારિક સુખ પામ્યા. પ્રાને ધર્મરૂચિ નામના ગુરૂ મળ્યા, તેમણે ઉપદેશ આપે, અને પૂર્વભવ કહે તેથી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સેંપી પિતે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું, અને દીર્ઘકાળ પર્યા ચારિત્રનું પાલન કરી અને ૧ માસનું અણસણ કરી ધમ્મિલ મુનિ અને બે સાદેવી કાળ કરી બારમા અચુત નામના દેવલેકમાં ઉત્પન્ન થયા ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર લઇ કેવળજ્ઞાન પામી મેક્ષ પદ પામશે. એ પ્રમાણે ધમ્મિલ કુમારે પચ્ચખાણના (તપના) પ્રભાવથી આ ભવ સંબંધિ સુખ મેળવ્યું, અને પ્રાન્ત મોક્ષ પદ પામ્યા. II તિ ઘરમાર છાત્ત II દામન્નકનું દ્રષ્ટાન્ત. (પરલોકના ફળ સંબંધિ.) , રાજપુર નગરમાં રહેતા સુનંદ નામના કુલપુત્રે પોતાના મિત્ર જિનદાસ શ્રાવકના ઉપદેશથી સાધુ પાસે માંસનું પચ્ચ૦ કર્યું, દેશમાં દુષ્કાળ પડવાથી સર્વ લોક માંસાહારી થયા. સુનંદનું કુટુંબ સુધાથી પીડાય છે, છતાં સુનંદ મસ્યા મારવા જતો નથી એકવાર સાથે આગ્રહ કરીને સુનંદને સરોવર પર લઈ

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276