________________
૨૨૮
પ્રત્યાખ્યાન ભાષ્ય,
કૂચ કહે છે. તે ૧ . વળી આ ગાથા પાઠાતર પણ છે તે આ પ્રમાણે–
दव्वहया विगइगयं, विगई पुण तीइ तं हयं दव्वं ।। उद्ध० उकि० । એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે-દ્રવ્યથી હણાયેલી વિગઈ વિયાતું થાય છે, ક્ષીરાન્નિવત (ખીરવત), અને તે વિગઈ વડે તે દ્રવ્ય હણાયું હતું મેદાની પેઠે વિગઈ થાય છે. વળી ત્રણ ઘાણ ઉપર ઉદધૃત (=વધેલા) એવા તે તપ્ત ઘીમાં જે પૂર ડલા વિગેરે પકાવાય તે પૂડલા વિગેરે નીવિયાતું ગણાય, અને અન્ય આચાર્યો તે (એ નીવિયાતાને ) ૩ ચ એવું બીજું નામ કહે છે. તે ૩૭ II [ એ અવચૂરિને અક્ષરાર્થ કો]
અવતર–પૂર્વે ત્રીસ નીવિયાતાં દ્રવ્ય કહ્યાં, ત્યાર બાદ ૩૬ મી ગાથામાં સંસ્કૃષ્ટ દ્રવ્ય કહ્યાં, અને હવે આ ગાથામાં ત્રીજાં સરસોત્તમ રૂચ કહેવાય છે કે જે દ્રવ્યો નવિમાં કારણે કલ્પનીય કહ્યાં છે. तिलसक्कुलि वरसोला- रायणंबाइ दरकवाणाई। डोली तिल्लाई इय, सरसुत्तमदव लेवकडा ॥ ३८ ॥
શબ્દાર્થ—ગાથાર્થને અનુસાર સુગમ છે. જાથા–તિલસાંકળી, વરસોલા વિગેરે, રાયણ અને આમ્ર (કેરી) વિગેરે, કાક્ષપાન (દ્રાક્ષનું પાણી, વિગેરે, ડોળીયું અને (અવિગઈ) તેલ વિગેરે, એ સર્વે સરસેત્તમ દ્રવ્યો અને લેપકૃત દ્રવ્ય છે. ૩૮
ભાવાર્થ –તલ તથા ગોળને પાય કરી ( પકાવીને ) બનાવેલી હોય તે પાકી તિલસાંકળી (પરન્ત કાચી તિલસાંકળી કે જે કાચા ગોળ સાથે તલ ભેળવીને બનાવાય છે તે નહિ), તથા છેદ પાડી દે પરેવી હારડા રૂપે કરેલાં કપર, ખારેક,