________________
૨૩૨
પ્રત્યાખ્યાન ભાષ્ય.
માથાર્થ વિગતિથી (એટલે દુર્ગતિથી અથવા અસંયમથી) ભય પામેલે જે સાધુ વિગઈ અને નીવિયાતને (તથા ઉપલક્ષણથી સંસૃષ્ટ દ્રવ્ય તથા ઉત્તમ દ્રવ્યોને પણ) ભેગ-ખાય, તે સાધુને વિગઈ (તેમજ ઉપલક્ષણથી નીવિયાતાં આદિ. ત્રણે પ્રકારની વસ્તુઓ પણ) અવશ્ય વિગઈ-વિકૃતિના (પ્રન્વિને વિકાર ઉપજાવવાના) સ્વભાવવાળી હોય છે, માટે તે વિગતિ સ્વભાવવાળી) વિગઈ વિગતિમાં (એટલે દુર્ગતિમાં અથવા અસંયમમાં) બળાત્કારે લઈ જાય છે. [ અર્થાત વિના કારણે રસના લોભથી વિગઈ વાપરનાર સાધુને તે વિગઇએ બળાત્કારે દુર્ગતિમાં પાડે છે, અને સંયમમાર્ગથી ભ્રષ્ટ કરે છે.]
ભાવાર્થ-દૂધ દહીં આદિ વિગઈઓ જ્યાં સુધી અન્ય દ્રવ્યો વડે ઉપહત ન થઈ હોય ( હણાઈ ન હોય) ત્યાં સુધી તો સાક્ષાત વિકૃતિ સ્વભાવશાળી છે, એટલું જ નહિં પરંતુ તે વિગઈઓને અન્ય ક વડે તથા અગ્નિ આદિ વડે ઉપહત કરી તેનાં દૂધપાક શીખંડ-આદિ નીવિયાતાં બનાવ્યાં હોય, તો તે નીવિયાતાં જે કે વિગઈના ત્યાગવાળાને કપે છે તે પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (પષ્ટિક અને મધુર રસવાળાં) છે, માટે તે ખાનારને મનેવિકાર ઉત્પન્ન કરે છે, અને વિગઈના ત્યાગવાળા તપસ્વીઓને એ ઉત્કૃષ્ટ દ્રવ્યો ખાવાથી ઉષ્ટ નિર્જરા થતી નથી, તે કારણથી નિર્વિકૃતિક હોવા છતાં પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (=નીવિયાતાં વિગેરે ) ખાવાં નહિ, પરંતુ જે મુનિ વિવિધ તપ કરવાથી દુર્બળ-અશક્ત થયા હોય અને વિગઈને સર્વથા ત્યાગ કરવાથી ઉત્તમ અનુષ્ઠાન તથા સ્વાધ્યાય અધ્યચન વિગેરે ન કરી શકે તેમ હોય તો તેવા મુનિને વિગઇના ત્યાગમાં તે નીવિયાતાં આદિ ઉત્કૃષ્ટ દ્રવ્ય ગુરૂની આજ્ઞા હોય તો કહે છે, તેમાં કઈ દોષ લાગતો નથી, પરંતુ ઘણી કર્મનિર્જર પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સાધુને નીવિયાતાં પણ વિના કારણે અને ગુરૂની આજ્ઞા વિના ખાવાં કહ્યું નહિ.(પ્રવ૦ સારે વૃ૦ ભાવાર્થ )
૧ વિના કારણે વિગઈએ (નીવિયાતાં વગેરે ) ઉપભોગ ન