________________
દ્વાર ૪ થું ( રર આગારને અર્થ) ૨૧૩ મુનિને માટે જાણવા. ] વળી ફળાદિકનાં ધોવણ અથવા ફળાદિકિનાં નિર્મળ અચિત્ત જળ પણ આ આગારમાં ગણાય છે. "
તથા તલનું ધોવાણ અથવા તંદૂલનું ધોવાણ વિગેરે ગડુલજળ અથવા બહુલ જળ કહેવાય છે, તેવું બહુલજળ પીવાથી પણ પશ્ચ૦ ને ભંગ ન થાય તે કારણથી વધુળ વા આગાર રાખવામાં આવે છે,
તથા સિથ એટલે ધાન્યને દાણે તે (ક) સહિત જે જળ તે સસિલ્વ જળ કહેવાય, જેથી ઓસામણ વિગેરે પાણીમાં રંધાયેલો દાણે રહી ગયો હોય, અથવા રંધાયેલા દાણાને નરમ ભાગ રહી ગયું હોય તેવું ઓસામણ વિગેરે પાણી પીવાથી પચ્ચ૦ ને ભંગ ન ગણાય, તેમજ તિલેદક (તિલનું ધવણ) તંદૂલેદક (તંદૂલનું ધાવણ) વિગેરેમાં તિલ વિગેરેને (નહિં રંધાયેલો કાચે) દાણે રહી ગયું હોય તે તેવું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય, તે કારણથી નિત્યેળ વા આગાર રાખવામાં આવે છે. તથા ગાથામાં કહેલા ઉત્તેદિમનું તાત્પર્ય આ પ્રમાણે-પિષ્ટજળ અને પિષ્ટ ધાવણ એ બને પ્રકારનું ઉદિમ જળ તે સસિલ્વ જળ કહેવાય, ત્યાં મદિરાદિ બનાવવા માટે લોટ પલાળે હેય તેવું લેટ કેહ્મા પહેલાંનું) જળ તે પિષ્ટ જળ, અને લેટથી ખરડાયેલા હાથ ભાજન વિગેરે ધોયાં હોય તે પિષ્ટ ધોવણ કહેવાય, એ બન્ને પ્રકારના પાણીમાં લોટના રજકણે આવે છે માટે તેનું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી સવિશે યા આગાર રાખવામાં આવે છે.
તથા ઉપર કહેલા સસિ જળને જે ગાળવામાં આવે તે દાણ તથા લેટના રજકણે (સ્થૂળ રજકણે) ન આવવાથી
૧ મઝમુદાગઢમુરાષ્ઠિતમ નિર્મરું એ અવચૂ૦ વિગેરેના પાઠમાં ઉકાળેલા જળ સિવાયનું બીજું પણ નિર્મળ જળ કહ્યું છે અને સા. વિ. સૂ૦ કૃત બાળાવબોધમાં ફળાદિકનાં ધાવણ કહ્યાં છે માટે અહિં ફળનું જળ પણ “અચ્છેણવામાં કહ્યું છે.