________________
શ્રી ગુરૂવંદન ભાષ્ય,
દેવા યોગ્ય છે તે કહેશે, ચાર પ્રકારના સાધુ વંદના ન કરે તે કહેશે (એટલે ૪ જણ પાસે વંદના ન કરાવવી તે કહેશે ), અને ચાર પ્રકારના સાધુ વંદના કરે તે કહેશે, વંદન દેવા માટે ૫ નિષેધ સ્થાન (વંદન નહિ કરવાનો અવસર ) કહેશે, અને ૪ અનિષેધ સ્થાને (વંદન કરવાનો અવસર ) કહેશે, તથા વંદન કરવાનાં ૯ કારણે કહેશે. ( એ ૯ દ્વાર આ સાતમી ગાથામાં કહ્યાં ) છે ૭ છે
તથા રપ આવશ્યક કહેશે, મુહપત્તિની ૨૫ પડિલેહણા કહેશે, શરીરની ૨૫ પડિલેહણ કહેશે, વંદન સમયે ટાળવા
ગ્ય ૩ર દોષ કહેશે, વંદનથી થતા ૬ ગુણ કહેશે, ગુરૂની સ્થાપના કહેશે, બે પ્રકારને અવગ્રહ ( ગુરૂથી દૂર ઉભા રહેવાની ક્ષેત્ર મર્યાદા ) કહેશે, વંદનક સૂત્રના રર૬ અક્ષર કહેશે, અને તેમાં રપ ગુરૂ અક્ષર (જોડાક્ષર) પણ કહેશે. (એ૮ દ્વાર આ ગાથામાં કહ્યાં ) . ૮
તથા વદનસૂત્રમાં ૨૫૮ ૫દ છે તે કહેશે, વંદનનાં ૬ સ્થાન (૬ અધિકાર તે શિષ્યના પ્રશ્નરૂપે ) કહેશે, વંદન સમયે ગુરૂને બોલવા યોગ્ય ૬ વચન ( તે પ્રશ્નના ઉત્તરરૂપ ) કહેશે, ગુરૂ પ્રત્યે થતી ૩૩ આશાતના કહેશે, અને વંદનની ૨વિધિ (રાત્રિ સમયની અને દિવસની વંદનવિધિ ) કહેશે, એ પ્રમાણે ૨૨ મુખ્યધારે વડે કટર સ્થાન (દ્વારા ઉત્તરભેદ ૪૯ર) થાય છે