Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર ગે, કાંટાવાળા વળી પુરાણોના કેટલાંક આખ્યાને ઉત્તરકાશવર્તી કવિઓના પ્રેરણાસ્ત્રોત બન્યાં છે. પુરાની ભાષા સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં એક પાસું રજ કરે છે. ઉપર્યુક્ત ૧૮ મહાપુરાણે પૈકી (૧) મત્સ્ય, (૨) વાયુ અને (૩) બ્રહ્માંડ પુરાણને પ્રાચીન ગણવામાં આવ્યાં છે મત્સ્ય પુરાણ સૌથી વધારે સારું જળવાયું છે અને તેમાં પ્રાચીન પાઠ પણ સચવાયો છે. આ પુરાણત્રયીમાં મત્સ્યપુરાણ સૌથી પ્રાચીન છે, એમ કહી શકાય; વાયુપુરાણ (૧૦૪.૩), દેવીભાગવતપુરાણ (૧.૩.૩) અને વામનપુરા (સમીક્ષિત આવૃત્તિ ૧૨.૪૮) મત્સ્યપુરાણુને પુરાણેમાં મુખ્ય ગણાવે છે, જો કે વિષ્ણુપુરાણ (૩.૬.૧૮) બ્રહ્મપુરાણને આદિસ્થાન આપે છે. પુરાણના વિવિધ વયે વિષયો છે; દા. ત. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંસ્થાનુચરિત(પાઠભેદ મુક્યારેક સંસ્થાનY.), વૃત્તિ, રક્ષા, સંસ્થા, હેતુ, અપાશ્રય, ધર્મ, અર્થ, કામ, મેક્ષ, વ્રત, દાન, મહાદાન, શ્રાદ્ધકલ્પ, મૂર્તિવિધાન, વાસ્તુશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર ઈત્યાદિ. વંસ્થાનુચરિત પુરાણેને એક અગત્યને વણ્ય વિષય છે અને તેથી પુરાણુને ઇતિહાસ સાથે સંબંધ જોડાય છે. મત્સ્યપુરાણમાં આંધ્રવંશ (ઈ. સ. ૨૨૫ માં અંત), વિપુરાણમાં મૌર્યવંશ (ઈ. સ. પૂર્વે ૩૨ ૬–૧૮૫), વાયુપુરાણમાં ગુપ્તવંશ (ચંદ્રગુપ્ત પ્રથમના સમયનું વર્ણન: ઈ. સ. ૩૨૦-૩૩૦)ની વંશાવલીઓ પ્રાપ્ત થાય છે; તદુપરાંત આભીર, ગર્દભ, શક, યવન, તુષાર, હુર્ણ ઇત્યાદિ વંશાનું વર્ણન પ્રાપ્ત થાય છે; તેમ જ સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની વંશાવલિઓ મા થાય છે. જુદા જુદા પુરાણાની વિવિધ પોથીઓમાં પાઠભેદ જોવા મળે છે. સંશયાત્મક પાઠભેદના નિર્ણય માટે સાહિત્યિક પુરાવા ઉપરાંત અન્ય પ્રકારના પુરાવા, દા. ત. મુદ્રાઓ વગેરે ઉપરના પાઠ યોગ્ય પાઠના નિર્ણયમાં મદદરૂપ બને છે. એફ. ઈ. પાજિટર મત્સ્યપુરાણ, વાયુપુરાણ, બ્રહ્માંડપુરાણ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણું અને ગરુડપુરાણને આધારે તૈયાર કરેલ “The Purāna Text of the Dynasties of the Kali Age ” નામક ગ્રંથ ઈ. સ. ૧૯૧૩માં પ્રકટ કર્યો. આ ગ્રંથમાં તે સમયે ઉપલબ્ધ જદી જુદી પોથીઓને આધારે, મુદ્રિત આવૃત્તિઓને આધારે બીજા પાઠ તેમ જ પ્રાપ્ય અભિલેખો અને મુદ્રાઓમાં ઉપલબ્ધ થતા પાઠે પાઠાન્તર તરીકે પાઠનોંધમાં તેમણે નોંધ્યા છે. એમની દૃષ્ટિએ વિવિધ પાઠે પૈકી ગ્ય પાઠ તેમણે સ્વીકતપાઠમાં સ્વીકાર્યો છે. આ ઉપર્યુક્ત ગ્રંથના પ્રકાશન પછી અત્યાર સુધીમાં ઘણું સંશોધન થયું છે અને વળી અન્ય વધુ સામગ્રી પણ ઉપલબ્ધ થઈ છે. આ નવીન પુરાવાને આધારે તે ગ્રંથમાંના કેટલાક અસ્પષ્ટ પા હવે સ્પષ્ટ થાય છે. આ બાબત પુરાણાન્તર્ગત રાજવંશ વર્ણનની વિશ્વસનીયતાને પુષ્ટિ આપે છે. ઉપર્યુક્ત ગ્રંથમાં એક પંક્તિ આ પ્રમાણે છે – “શચમનામત્ ા ી મણીતિઃ ” આ પંક્તિને નવિ પાઠ પંક્તિના અર્થધટનમાં સ્પષ્ટતાને ધૂંધળી કરે છે, કારણ કે ક્રિીને અર્થ રાણી” અથવા “ ભેંસ ” અર્થધટનમાં બોધદાયક બનતું નથી. વાયુપુરાણની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 108