________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીના પી. પાઠક
તેમણે લખેલાં ૧૨ ઉપનિષદોનું પ્રકાશન ભગવાનદાસ પિવાર બનારસ તરફથી કરવામાં આપ્યું છે.
(ર૧) મોહનલાલ શાસ્ત્રી –તેઓ શુદ્ધાદ્વૈત સંપ્રદાયના હતા. તેમણે .ઉ. પર ટીકા લખી છે. પરંતુ બીજી કોઈ વિગત તેમના વિશે પ્રાપ્ત નથી. ૨૫
(૨૬) નરસિંહાચાર્ય –તેમના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમણે ઐતરેય, વેતાશ્વતર અને .ઉ. પર ટીકા લખી છે. નારાયણ ઉપનિષદ પર “ સાર’ નામની ટીકા લખી છે. તેમણે લખેલી તે.ઉ. ટીકા તેલુગુલિપિમાં છે પરંતુ તે સંપૂર્ણ નથી.૨૬
(ર૭) નરસિહયંતિઃ–તેઓ હંત સંપ્રદાયના વિદ્યાધીશતીર્થના શિષ્ય હતા. તેમનું મૂળ નામ સત્યાભિનવ હતું. તેઓ ઈ. સ. ૧૭૦૭માં નિર્વાણ પામ્યા. ત.ઉ. પર રાધવેન્દ્રયતિની “ખંડાર્થ ' ટીકા પર ‘ પ્રકાશ' નામની ટીકા, ઉપરાંત અથર્વવેદ અને પ્રશ્નોપનિષદ પર ટીકા લખી છે.
(૨૮) નારાયણમુનિ –તેઓ રામાનુજ સંપ્રદાયના અનુયાયી હતા. તેઓ ઇ.સ. ૧૯ર ૬મ! થઈ ગયા. રામેન્દ્ર સરસ્વતી તેમના ગુરુ હતા. તેમણે ૪૩ ઉપનિષદો પર “ દીપિકા' નામની ટીકા લખી છે. તેમણે લખેલી તે.ઉ. ટીકા આનંદ આશ્રમ પ્રેસ, પૂના તરફથી ૧૯૧૦માં પ્રકાશિત થઈ છે.
(૨૯) નારાયણેન્દ્ર:–તેમના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તેમણે લખેલી 4.ઉ.ની ટીકા આનંદજ્ઞાનની ટીકાને મળતી આવે છે. તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે પણ પ્રકાશિત થયેલી નથી. ૨૭
(૩૦) રાધવેત – ઓ ત સંપ્રદાયના અનુયાયી અને સુધિજના શિષ્ય હતા. ત.. પર પ્રકાશિકા, બ્રહ્મસુત્ર ભાષ્ય પર તન્નદીપિકા નામની ટીકા, સૌ.ઉ. ખંડાર્થ, ભાગવદગીતાર્થ વિવરણ, ભાગવગીતાર્થ સંગ્રહ ઉપરાંત ઇશ, કઠ જેવા અન્ય ઉપનિષદ પર ભાષ્ય લખ્યાં.
(૩૧) રામચંદ્ર :–તેઓ અતદાન સંપ્રદાયના હતા. તેમણે તે.. પર ટીકા લખી છે. તેની હસ્તપ્રત મૈસુરમાં ઉપલબ્ધ છે. ૨૮
(૩૨) રામસુબ્રહ્મણ્ય શાસ્ત્રિન :–તેઓ રામાનુજ સંપ્રદાયના હતા. તેઓ ઘણું કરીને ઈ. સ.ની ૧૬મી અથવા ૧૭મી સદીમાં થઈ ગયા. તેમણે લખેલી . ઉ.ની ટીકા વિલાસ નામે ઓળખાય છે અને તેની હસ્તલિખિત પથી પ્રાપ્ય છે. ૨૯
25 Shah J. G.. op.cit. p. 502. 26 BOI, Vol. 1, pp. 96-99. 27 List of Sanskrit, Jaina and Hindi MSS. deposited in the Sanskrit
College, Banaras. 28 A catalogue of MSS Government Oriental Library, Mysore, p. 433. 29 A triennial catalogue of MSS collected for the Government Oriental
MSS Library, (MT) Madras, Sr, No. 1819.
For Private and Personal Use Only