Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 74
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra : : : ધન મ માસ્તર (મધુ૨ ): એમાં ખેડાયા છે. કયારેક સાધારણ વિષય પર પણું કવિએ અસાધારણ શક્તિ દાખવી છે. આત્મલક્ષી ભાવ. છંદ-વૃત્તોની પ્રયોગશીલતા સાધારણ સરળ વાતચીતિયા ભાષા, ગુજરાતી ભાષાની છાંટવાળા હિંદી શબ્દપ્રયોગ, પૃથ્વીને મુક્ત ભ્રમરાવલી જેવા વૃત્તોને વિનવેગ, સાખીપદની યોજના, ગઝલ-સૉનેટની રચના, સ્વજીવનનું કાવ્યમાં દેખાતું પ્રતિબિંબ આદિ વિશિષ્ટ લક્ષણે એમનાં અપ્રગટ હિંદી કાવ્યગીતામાં દેખાય છે. ગુજરાતી રાસ જેવી રચના પણ કવિએ હિંદીમાં સફળતાથી લખી છે. ગુજરાતી સાહિત્યમાં એવા બહુ ઓછા કવિઓ જોવા મળશે કે જેમણે ગુજરાતી ભાષા ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષાઓમાં પણ સુપેરે સર્જન કરી ભિન્ન ભિન્ન વિષયો પર વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા હોય. કવિ ખબરદાર આદિ જેવા કેટલાક કવિઓએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં કાવ્યરચના કરી છે તે દયારામ આદિ કેટલાક કવિઓએ ગુજરાતીની સાથે સાથે હિંદીમાં ય કાવ્યસર્જન કર્યું છે– પણ પ્રસ્તુત ત્રણે ભાષાઓમાં કાવ્યસર્જન સુપેરે–વિપુલતા ને ગુવત્તામાં-સબળતાથી કરનાર તો કદાચ કવિ “ પતીલ' એકલા ને અનન્ય જ હશે વળી એમણે ઊને ફારસીમાં ય કાવ્યસર્જન કર્યું છે. આમ છતાં, કવિની ઉપેક્ષા એમના જીવનકાળમાં અને અદ્યાપિ પણ થાય છે, જે અત્યંત દુઃખદ છે. અપ્રગટ અંગ્રેજી કાવ્યોનો આસ્વાદ-વિશિષ્ટ રચનાઓ વાનગીરૂપે કવિના બેડાંક વિશિષ્ટ નોંધપાત્ર અંગ્રેજી કાવ્યોનો આસ્વાદ લઈ એ. કવમાં માતૃભાષા પ્રત્યેની પ્રીતિ ને ભક્તિ એટલાં પ્રબળ પ્રમાણમાં છે કે તે ગુજરાતીને “ધરાનું ગૌરવ” Pride of Earth કહી નીચેના ઉર્મિકાવ્યમાં નવાજે છે– So wonderful is Gurjar Tongue, Whose every sentence is a song, Always profusely yielding us, Buds, blossoms, flowers marvellous. As best befit our ladies' braid As never freeze, as never fade! Ours is a land of quiet toil, That yields us cotton, grain and oil, Just what we want, Just what we wish, Where flourished the great Saint of Peace. I do not over-esteem thy worth, If thee I deem pride of the Earth. , અહીં કવિએ ગુજરાતની ફળદ્રુપતા ને સમૃદ્ધિની સાથેસાથે, શાંતિના ફિરરતા શા સંત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે યુ બિરદાવી છે. "Ode to Shakespeare ' કાવ્યમાં કવિએ એ મહાકવિને ભવ્ય અંજલિ આપી છે. Functions of Months નામક કાવ્યની patiel be not slave to conservative style” પંક્તિમાં કવિની બંડખાર પ્રકૃતિ ન્યા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108