________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિ
શી
4 “ અમરસિહજી અને આત્મદેવજી'-અદસ્ય અવાજ તરફથી સલાહસૂચક આદેશ સ્વપ્નમાં મળવાની વાત છે. આત્મદેવજી સંતને મુખે તેમની જીવનકથની રજૂ થઈ છે. અમરસિહજી અને આત્મદેવજી વરચેની પ્રશ્નોત્તરીમાં ધર્મ-અધ્યાત્મને લગતા પ્રશ્નોની, મૃત્યુ પછીની સ્થિતિ અંગેની ચર્ચા છે લેખકની ઉપમા શક્તિનું દૃષ્ટાંત-“ મારે પગ ઉપરની પકડનું બળ પણ એટલું બધું હતું કે હું પણ લપસ્ય અને છકામકાની જેમ અમે બન્ને જણ ગબડયા.” (પૃ. ૧૫૩) પ્રશ્નોત્તરીમાં આ વાકય વિરોધાભાસી જણાય છે –“ નવદીક્ષિત સાધુસંતે કે જેમાં એક બાજુ સંસારીઓ સાથે હળીમળી શક્તા નથી અને સાથોસાથ એકલા પણ રડી શકતા નથી, તેઓ અરરયમાં કે ગિરિકંદરમાં જ છે માનવ સમાજથી અલિપ્ત રહી શકે છે, અને ત્યાં વિપુલ પ્રમાણમાં મળતાં ખાદ્ય કંદમૂળ ઉપર જીવન ટકાવી શકે છે.'' (પૃ. ૧૬૭)
૫ ‘મધરાતની મયગંધા-નિદ્રાસંચાર દરમ્યાન થતાં કાર્યો ભગવાન કરી જાય છે એવી માન્યતા ધરાવતી વ્યક્તિને કિસે અને તે અંગે ખુલાસો આપ્યો છે. અજ્ઞાનતામાંથી કપ્રીત વધે તે ઈચ્છનીય છે, જે વિચાર રજૂ થયો છે. 'નિઃસંતાન' માટે “ અડધી ટિકિટના આશીર્વાદ વિનાને પતિ પત્નીને પરિવાર ' જેવો શબ્દપ્રયોગ નોંધપાત્ર છે.
૬ * આ ઉદ્ધારકોડ!!'માં દેવી પુરષ તરીકે જાહેર થતા સાધુઓની યુક્તિપ્રયુક્તિઓ, સાધુસમાજમાં પ્રવર્તતી બદીઓ, ધર્મક્ષેત્ર ચાલતી ગેરરીતિઓ, હિંદુઆશ્રમની મર્યાદાઓ વગેરેના વિસ્તૃત ચિત્ર સાથે હિંદુઉપદેશકોની ફરજ તરફ નિર્દેશ કર્યો છે. આ વાંચતાં સ્વામીશ્રી સચ્ચિદાનંદજી (ભક્તિનિકતન આશ્રમ, મુ. દંતાલી, તા. પેટલાદ ) ની વિચારસરણીનું સ્મરણ થાય,
૭ “ચમત્કારોની ચક્કીમાં’ એમાં કેટલાક પ્રસંગો લેખકે વર્ણવ્યા છે જેમાં લેખકને ચમત્કારી વ્યક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. લેખકે એ ઘટનામાં ચમત્કારનું આપણું શી રીતે થયું તેને વાસ્તવિક ખુલાસે આપે છે. વાસ્તવક પરિસ્થિતિની સ્પષ્ટતા કરવામાં લેખકની સચ્ચાઈ, વિનમ્રતા, બૌદ્ધિક અભિગમ ( Rationality) જોવા મળે છે. ચમત્કાર અંગ બહુજન સમાજનું માનસ પૃથકકરણ કર્યું છે.
૮ “પતિત બને છે પુનિત’–સત્સંગ દ્વારા અધોગામીમાંથી ઊર્ધ્વગામીમાં રૂપાંતર પામેલા “કનિષ્ઠબંધુ' વૃત્તાંત લેખન પૂરતું આ નામ) પોતે સ્વામીજીને પોતાનું જીવનવૃત્તાંત કહી સંભળાવે છે. પુસ્તકમાં આવાં અન્ય દષ્ટાંત પણ મળે છે. “મને ખ્યાલ હતો કે, (મારા જમાપક્ષે રહેલી આ સજજનતા) દુર્ગુણ, અહમ અને ક્રોધથી સભર મારા જેવા માનવની અનિષ્ટ પ્રતિષ્ઠાને કારણે સમાજના ધ્યાન ઉપર ભારે જ આવતી, ” (પૃ. ૨૪૫) આ વાક્યમાં કોંસમાં શબ્દ મૂકવામાં ભૂલ છે.
ધૂપશલાક
૧ અહ ોય!'માં તીર્થસ્થળોનું વાસ્તવિક ચિત્ર આપવા સાથે પ્રાર્થનાની શક્તિ વિશે પણ જણાવ્યું છે.
For Private and Personal Use Only