________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદત્ત જેશી
સ્વામી કૃષ્ણાનંદ સંપુટ-ભાગ ૨ : સંકલન-નવીનચંદ્ર એન. ત્રિવેદી, પ્ર. ક ગુનંદ પબ્લિકેશન કમિટિ, શાંતિ આશ્રમ, ભાદરણુ (જિ. ખેડા), આ. ૧, ૭ જુલાઈ ૧૯૯૦, પૃ. ૬ + ૪૪૫.
(“ સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૩-૪ ના અનુસંધાનમાં)
પ્રસ્તુત સંપુટમાં સ્વામી શ્રી કચુનિંદજીનાં મૂળ અંગ્રેજી પુસ્તકો Light and Darkness, Pearls and Pebbles અને Incense Sticksના શ્રી હસમુખ મઢીવાલાએ કરેલ ભાવાનુવાદ કે અનુવાદ અનુક્રમે “તરંગ અને તરણી', “કઈ કંકર, કઈ મેતી” અને “ધૂપશલાકા' નામે મળે છે. લેખકે “ આપણી વાત' એ પ્રસ્તાવનામાં વાચકને સદ્દગુણેમાં પ્રવૃત્ત અને દુર્ગણોમાંથી નિવૃત્ત થવાની પ્રેરણા મળે તે પિતાના અંગત અનુભવોમાં બધાને સહભાગી બનાવવાની આ નમ્ર ચેષ્ટાને ફળદાયી માનવાની ભાવના પ્રગટ કરી છે.
તરંગ અને તરણી
૧ “શિલાખંડના સાન્નિધ્યમાં’– મીસ કેથેરીને સ્વામીજી શ્રી વિશ્વપ્રેમને પ્રશ્ન કર્યો કે આપની આ અતીન્દ્રિય શક્તિ વિષે આપ શું ખુલાસો કરે છે ?” એના ઉત્તરમાં વિશ્વપ્રેમની ઉકિત “અતીન્દ્રિયકથન, અતીન્દ્રિય શ્રવણ, સ્પર્શેન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય દેશવહન ઇત્યાદિ ઇત્યાદિ શકિતઓ પ્રત્યેક જીવમાં વધતે–ઓછે અંશે જન્મથી જ પડેલી હોય છે, માનવામાં વિશેષ”-માનવજીવનમાં પડેલી શકયતાઓ નિદેશી જાય છે.
૨ ‘અભૂત પથદર્શનમાં મૃતાત્મા જોઈ, બોલી શકે છે, પથ પ્રદર્શન કરી શકે છે એમ પ્રતિપાદન થયું છે. નિર્ભયતાની મૂર્તિ શાંતિપુરીજીનું વ્યક્તિત્વ અદભત છે. ડે. દમયંતીના પ્રશ્નના જવાબમાં એ પિતાનું પુર્નજીવન કહે છે. એમની સાથેની પ્રશ્નોત્તરીમાં ધાર્મિક આધ્યાત્મિક પ્રશ્નોની ચર્ચા છે. જેમાં “ખરું જોતાં તે નાસ્તિક ” એવી સાપેક્ષ સંજ્ઞા ઈશ્વરના અસ્તિત્વના નકાર કરતાં વ્યકિતની માત્ર વિભિન્ન માન્યતાનું જ સૂચન વધારે કરે છે.” (પૃ. ૩૯) જેવો વિધેયાત્મક વિચાર રજૂ થયેલ છે. શાંતિપુરીજી “ અપિચત સુદુરાચારી 'નું સમર્થન કરતું દષ્ટાંત છે.
- ૩ “ સમજદારીની સમતુલા 'માં સંતુષિત સમજદારીવાળી પાર્વતીનું વ્યક્તિત્વનિરૂપણ છે.
૪ લૂંટફાટ કરવા આવેલ યુવાનને, તેની કથની સાંભળી, તેને જીવનમાં ઠરીઠામ કરનાર હિને દ્ધારક હેમાવતીનું વ્યક્તિચિત્રણ ‘અભય અને અનુકંપા માં છે,
૫ રક્ષાનું રક્ષાબંધન' જેવામાં રક્ષાબંધનના કાર્યક્રમમાં રહેલી ઔપચારિકતાના ચિત્રણમાં લેખકની અવલોકનશકિત ધ્યાન ખેંચે છે. ગુનેગારોને રચનાત્મક સ્રોતમાં વાળવા માટે પગલાં સૂચવવા સાથે રીઢા ગુનેગાર પ્રત્યે કડક થવાનું સૂચન કર્યું છે.
For Private and Personal Use Only