________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવલોકન
શ્રી ક. ક્ષ કેળવણી મંડળની કાર્ય પદ્ધતિ ”માં શ્રી રામભાઈ અને ગંગારામભાઈ વરુ જેવા આજીવન સેવાના ભેખધારી અને કેળવણીના ક્ષેત્રને જીવનનું ધ્યેય બનાવનારા મંડળના અમદીપક જેવા બે ભાઈઓની સેવાઓને બિરદાવી છે. “જન્માષ્ટમી ”માં કૃષ્ણાવતારને મહિમા બતાવી જુગાર રમવાથી પર્વનું સ્વરૂપ બદલાઇ જાય છે તેમ સખેદ નોંધ્યું છે. જગતમાં સત્ય અને ધર્મને પાયે નાખનાર શ્રી કૃષ્ણની જુગાર રમીને સમાજે નિર્લજજ ઠેકડી ઉડાડી છે એમ નીડરતા પૂર્વક છું . .
શ્રી લવજીભાઈ રાઠોરના બાળપણનાં સંસ્મરણે અને જીવનઘડતરનાં પ્રેરકબળાની ઝાંખી “ આપણુ છાત્રાલયે, તેના આદર્શો અને ઉપયોગિતા”માં થાય છે. ભાવનગરની સુપ્રસિદ્ધ દક્ષિણામૂર્તિ નામની સ્વ. પૂ. ગિજુભાઈની સ્વતંત્ર રાષ્ટ્રિય સંસ્થામાં ભણેલા લેખકશ્રી અહીં થયેલી કેળવણીના સર્વાગી વિકાસની ગુજરાતને નવઘડતરમાં એના અમૂલ્ય પ્રદાનની ભાવસભર નંધ લે છે. જે સંસ્થા નૂતન કેળવણી અને નવા વિચારોની વિરોધી હશે તે કદી આગળ વધી નહીં શકે તેમ લેખકશ્રી દઢતા પૂર્વક જણાવે છે.
ગાંધીયુગે દેશમાં એક મોટી ક્રાંતિ આણી છે. ગાંધીયુગમાં દેશનું વૈચારિક ભાવનાત્મક અને સંસ્કારિતાનું સ્તર ઘણું ઊચું હતું એમ આ પુસ્તક દર્શાવે છે. અછૂત ગણાતા હરિજને પણ દવાખાના અને મંદિરોને લાભ લઈ શકતા. શુદ્ધભાવે કરાયેલું કોઈપણું સેવાનું કામ ઉગી નીકળે છે એમ અનુભવના આધારે લેખકને પ્રતીત થાય છે.
કચ્છભૂમિમાં જન્મેલા અને ધંધાથે બિહારમાં સ્થાયી થયેલા તેઓ “બિહારમાં છઠવ્રતને મહિમા ” વણવે છે. બિહારની સંસ્કૃતિ અને ત્યાંના રીતરિવાજ વિષે વિગતે છણાવટ કરી છે. અંતિમ લેખ “ કચ્છડો બારે માસ ', અને “હે ભગવાન ! આ તારો કેવો ન્યાય ! !”માં પિતાની જન્મભૂમિ કચ્છ પ્રત્યેની લાગણી વ્યકત થઈ છે. કચ્છમાં દુકાળની પરિસ્થિતિ
ઈને કુદરતની ક્રૂરતાથી લેખકનું હૃદય દ્રવી ઊઠે છે. “કચ્છના વિવિધ દર્શન”માં માતૃભૂમિ કચ્છ તરફની મમતા અને આકર્ષણ વ્યક્ત થયાં છે.
પ્રસ્તુત પુસ્તક સ્વરાજ્ય પહેલાંના ભારતનું અને ગાંધીયુગનું આબેહૂબ ચિત્રણ આપે છે અને કચ્છના સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે. વિવિધ વિષયોને આવરી લેતા લેખો વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ અને દેશની જાગૃતિ અર્થે ટૂંકામાં ઘણું જણાવે છે. ભાષાને લગતી ભલો વિપુલ માત્રામાં જોવા મળે છે. મુદ્રણદોષની ખામી હોઈ શકે. સુંદર અને આકર્ષક આમુખચિત્ર વિષયને અનુરૂપ ગાંધીયુગની ઝાંખી કરાવે છે. લેખક અને પ્રકાશિકાને ધન્યવાદ.
ઉષા બ્રહ્મચારી
પ્રાચ્યવિદ્યામન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only