Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિપ્રસાદ શિ જોષી લેખકનું પોતાનું ચિતન રજૂ કરે છે. ' કુદરતી આપત્તિઓ” અને “નિર્દય હત્યાની પરંપરા એ બે તત્કાલીન પરિસ્થિતિ ઉપર લખાએલ નિબંધ છે. “ચિદરાની આંખની હોસ્પીટલ એક રીતે . દેશીની કામગીરીને બિરદાવતો પરિચયાત્મક લેખ છે તે “ખાલી’ને સભર ઇતિહાસ હિમાલયની એક એવી જગ્યાને ઉલેખ કરે છે જેણે અંગ્રેજના કાળથી આજ સુધી અનેક વારાફેરા જોયા છે છતાં ઇતિહાસની રસપ્રદ માહિતીથી સભર છે. “ચરણ-ચલણને મહિમા” એ નિબંધ છે કે જેમાં ચાલવાની કળાની આસપાસ લેખકની કલમ ખૂબ ચાલ્યા જ કરતી દેખાય છે જ્યારે કે સિલા પાંદકારમ’ એક તમિલ મહાકાવ્યને પરિચય આપણને કરાવે છે. મળ મહાકાવ્ય " સિલા પદકારમ' એ મહાકવિ ઇલંગ અડિયલે લખ્યું છે. લગભગ ૧૮૦૦ વર્ષ જુનું છે અને આ પણ એટલા જ રસથી વંચાય છે. એ કાવ્યની નાયિકા કન્નગીનું પૂતળું મદ્રાસના સમુદ્ર કિનારે જોવા મળે છે. એ આજે દેવી તરીકે દક્ષિણમાં પૂજાય છે. મહાકાવ્યના લેખક અને એ આલેખેલી કથાની નાયિકા કન્નગી જૈન છે અને જૈન ધર્મના સિદ્ધાંતો એ કાવ્યમાં સહજ રીતે આવી ગયા છે. આના આધારે બીજાં કાવ્ય પણ તમિળમાં રચાયાં છે. એટલી ક્ષમતા એ મહાકામાં છે. કાવ્યની ભૂમિકા તથા કથાસાર શ્રી શાહે એક તંત્રીની કલમે લખાતો હોય એમ આલેખે છે, એ કરતાં તંત્રી લેખ જેવા લેખ “નિર્દયહત્યાની પરંપરા ” અને “કુદરતી આપત્તિઓ” છે. કંઈક અંશે “ ચરણ-ચલનને મહિમા કોઈ વિશેષાંક માટે લખતા હોય તે રીતે લખાએલે લાગે છે. અલબત્ત એમાં “ પ્રબુદ્ધ જીવન” જેવા સામયિકના તંત્રીની સાહિત્યિક અને ચિંતનાત્મક કલમ છતી તે થાય છે જ. દા. ત. વખતો વખત આવા સળગતા દાવાનળને શાંત કરવાને ઉપાય શો છે જ્યાં સુધી ગરીબી અને લાચારી છે અને અન્ય દ્વારા તેને લાભ ઉઠાવવાની સ્વાર્થી મનોવૃત્તિ છે ત્યાં સુધી કાયમને કોઈ ઉપાય તે કયાંથી મળી શકે ? (પૃ. ૭૧ ) માણસ કુદરતી રીતે ડહાપણુવાળા . તે શાંતિથી, સ્વસ્થતાથી, સુખથી પોતાનું જીવન જીવવા ઇરછે છે એને છંછેડનારાં પરિબળો જેમ ઓછાં તેમ તે એવું જીવન વધુ સારી રીતે જીવી શકે (પૃ. ૭૨) માનવતાને સર્વજ્ઞ ઉત્કર્ષ થાય તેવું વાતાવરણ સર્જાય “એ માટે આપણે પ્રાર્થના કરવી જ રહી ! ” (પૃ. 83 ) કુદરતી આપત્તિઓ માં લાતુર અને ઉસ્માનાબાદમાં અચાનક થએલા ભૂંકપ વિષે વાત કરતાં લેખક અનેક કુદરતી આપત્તિઓમાં ભૂંકપની આપત્તિ મોટી ગણાવે છે કારણ કે એની ચાસ આગાહી કરવાનું હજી શોધાયું નથી. પછી એ વિસ્તારમાં રાહતના કાર્ય માટે સરકારી અને અન્ય સંસ્થાઓ બહાર પડે છે તેનું વિશ્લેષણ પણ ધ્યાને પાત્ર છે. (પૃ. ૨૮–૨૯) પણ લેખક લેખના અંતે આશાવાદ પ્રગટ કરતાં કહે છે : “વિનાશની કળ વળતાં થોડા વખતમાં જ માનવ જાત ફરી પાછો બેઠી થઈ જાય છે ? (પૃ. ૩૪) અને અંતે ઉમેરે છે કે વિજ્ઞાનિકો આ દિશામાં એ શેાધન કરે (પૃ. ૩૪). કુદરતે સજેલી આપત્તિઓ અને યુદ્ધ વગેરે દ્વારા ખુદ માન સોલી આપત્તિઓ એમ ઉભયમાંથી માનવજાતને મુક્ત કરવાની દિશામાં મનુષ્યનું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108