Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થાવલોકન જીવનસ્મૃતિ લેખક – પ્રા. ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી પ્રકાશક :– હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ૧૯૨, આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૧૫ પ્રકાશન ઈ.સ. ૧૯૯૧, ૫. સંખ્યા ૮૪, કિંમત : રૂ. ૩૦/-. “જીવનસ્મૃતિ ની પ્રસ્તાવનામાં લેખક જણાવે છે તેમ તેમણે પોતાના જીવનની સમીક્ષા, પ્રમાણિત નોંધ તથા સ્મૃતિના આધારે લખી છે. ખ્યાતનામ સંસ્કૃતિ અને સંસ્કતા એવા શાસ્ત્રી મહોદયને જન્મ ૧૭ ઑકટોબર ૧૯૧૯ના રોજ તે વખતના વડોદરા રાજ્યના મલાતજ ગામમાં થયો હતો. બાળપણથી તેઓને વિદ્યાર્જન, ગુણસંપાદન તથા નીતિમત્તા પ્રત્યે અતૂટ લગાવ હતો. એમનું શિક્ષણ મલાતજ, જૂનાગઢ અને અમદાવાદ ખાતે થયું. જે સમયે સંસ્કૃતના અભ્યાસક્રમમાં કોઈ નિયત પાઠ્યપુસ્તક નહોતું (૩૫ માર્કસનું વ્યાકરણું, ૬૫ માર્કસને અપાતિ કંડિકાઓને અને કાને અનુવાદ) ત્યારે એમને મૅટ્રાકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃતમાં ૮૭ ગુણાંક પ્રાપ્ત થયા અને સ્કૂલ તરફથી રાણા પ્રાઈઝ ( રૂપિયા) એનાયત થયું. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને એમની કારકિર્દી તેજસ્વિની રહી. અધ્યયન સાથેજ કોલેજ મેગેઝિન માટે એમણે સંસ્કૃતમાં “થોહા” નામની નવલિકા. “આત્મનિયમ્ '' નામનું નાટક “રાષબ્રીક” નામની ઐતિહાસિક નાટિકા તેમજ “વિવાહ” નામના સરસ સ્તોત્રની રચના કરી. ૧૯૪૦માં બી.એ. (ઍનર્સ)ની પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા. ઉનાળાની રજાઓમાં એમણે ગુજરાતી માં મેઘુદૂત' નામક મૌલિક કાવ્યનું સર્જન કર્યું જેમાં મેધ દ્વારા તેમના સદ્દગત માતાને સંદેશ મોકલવા માટે પ્રભાસ, જૂનાગઢ-ગિરનારથી આરંભ કરીને માનસ સરોવર સુધીને માર્ગ મંદાક્રાન્તા છંદની ૭૫ કડીઓમાં એમણે આલેખે છે. સંસ્કૃત એપિગ્રાફી તથા પાલી વિષય સાથે તે વખતની મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષામાં એમણે ૬૧ % સાથે સફળતા પ્રાપ્ત કરી. અમદાવાદની જે. જે. વિદ્યાભવનમાંની પ્રાધ્યાપક તથા પ્રબંધ સંશોધન માર્ગદર્શક તરીકેની મુ. શ્રી શાસ્ત્રોમહદયની કારકિર્દી નોંધપાત્ર રહી છે. અધ્યાપન અને સંશોધન સાથે એમણે અનેક મૌલિક ગ્રંથોનું લેખન તેમ જ સંપાદન કર્યું, દા. ત. “હડપ્પા અને “સ્વાધ્યાય', પૃ. ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, ૨, ૮-૧૦૨. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108