________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈત્તિરીય ઉપનિષદના ભાગ્યકારે
(૩૩) રંગરામાનવ – તેમના વિશે કોઈ જાણકારી નથી. પરંતુ તેમણે લખેલી છે. ઉ. ટીકા પ્રકાશિત થયેલી છે.૩૦
(૩૪) રંગરામાનુજ –તેઓ ચુસ્ત વિશિષ્ટાદ્વૈતવાદિન હતા તેઓ મોટે ભાગે ૧૫મી સદીમાં થઈ ગયા. તેઓ વાસ્ય અનંતાય અને પરકાલયતિ કે કુમકે તાતાયાયના શિષ્ય હતા. તેમણે લખેલી .ઉ.ની ટીકા “ પ્રકાશિકા' નામે ઓળખાય છે અને તે વિલા પ્રેસ મદ્રાસથી ' ઈ.સ. ૧૯૨૬માં પ્રકાશિત કરવામાં આવી છે. ઇશાવાસ્યોપનિષદ ભાષ્યટકા; મુંડકોપનિષદ ભાષ્ય, માંડુક પનિષદ ભાષ્ય જેવી અન્ય સેળ કૃતિઓ તેમણે રચી છે.
(૩૫) સબલ કિશોર ચતુર્વેદી :- તેઓ વલ્લભ સંપ્રદાયના હતા. તેમના વિશે બીજી માહિતી મળતી નથી. તેમણે તૌ.ઉ. પર ટીકા લખી છે પણ પ્રકાશન અંગેની માહિતી નથી.૩૧
(૩૬) શંકરાચાર્ય :--શંકરાચાર્યના જીવન અને કવન વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે તેમના વિશે જેટલું લખીએ તેટધું ઓછું છે. તેથી તેમના જીવન ચરિત્ર વિશે અહીં માહિતી આપવામાં આવી નથી. તેમણે કલ ૫૯ ગ્રંથની રચના કરી છે. લેખના વિસ્તારના ભયે તેમને અહીં સમાવેશ કરવામાં આવ્યું નથી.
(૩૭) શંકરાનંદ –તેઓ વાંછેશ અને વેંકટાબાના પુત્ર હતા. તેઓ આનંદાત્મનના શિષ્ય અને સાયણના ગુરુ હતા. તેમણે તૈત્તિરીય, ઇશ, કઠ અને અન્ય અનેક ઉપનિષદો પર દીપિકા નામની ટીકા લખી છે. ભાગવદ્દગીતા તાત્પર્યબોધિની, શિવસહસ્રનામટીકા જેવા પાંચ ગ્રંથ પણ લખ્યા છે.
(૩૮) સત્યપ્રિયતીર્થ –તેમણે ત.ઉ. પર વિવરણ નામની ટીકા લખી છે અને તે અપ્રકાશિત છે.૩૩
(૩૯) સાયણ –તેઓ માધવના નાના ભાઈ હતા. તેમની કૌટુંબિક વિગત માધવ પ્રમાણે જ છે.૩૪ તેઓ ઈ.સ. ૧૩૧૫ થી ૧૩૮૭માં થઈ ગયા. તેઓ વિષ્ણુસર્વજ્ઞ, શંકરાનંદ અને રામકૃષ્ણના શિષ્ય હતા.૩૫ બલદેવ ઉપાધ્યાયના મતે વિદ્યાતીર્થ, ભારતીતીર્થ અને શ્રી કંઠાચાર્ય તેમના ગુરુ હતા.૩૧ માધવને લખેલા ધણુ બધા ગ્રંથે તેમના નામે ચઢાવવામાં આવ્યા છે. પરંતુ તેમના લખેલા ભાષ્યગ્રંથો અને અન્ય ગ્રંથોની સંખ્યા સત્તાવીસ જેટલી છે.
30 YL CIOL, Vol. II part I, p. 2679 31 Shah J. G., op.cit., p. 503. 32 વધુ વિગત માટે જુઓ, Kuppuswami A, “Sri Bhagavadpada Sankarācārya:
pp. 20 to 35. 33 A catalogue of Sanskrit MSS in the Punjab Uni. Library, Lahore.
(PUL) Vol. I. 1932, Vol. J. 1941. ૩૪ જુઓ આ લેખમાં ભા...કાર નં.૨૪. 35 Aufretch A., op.cit., p. 711. 36 ઉપાધ્યાય દેવ op.cit., p. 60-82,
For Private and Personal Use Only