Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવાસકૃત્ય-ગુજરાતના વિદ્વાન મંગાધરને એક દુર્લભ ગ્રંથ ૪૧ ઘેડી જગ્યા લગભગ ૧.૫ સે.મિ.ની છેડેલી છે. કેટલાંક સ્થળોએ જોવા મળતા ગ્રુધારાઓ અને ઉમેરાઓ લહિયાની લખાણમાં સભાનતા અને વિવેકબુદ્ધિ તેમ જ એકસાઈ બતાવે છે. સંથકાર ગંગાધર પ્રવાસકૃત્યના કર્તા ગંગાધર વિશે ઘણી સારી માહિતી પ્રસ્તુત ગ્રંથની પુષ્પિકાઓમાં અને પુષ્પિકાની પહેલાં આવતા કેટલાક શ્લોકોમાં મળે છે. ન્યૂ કેલેંગલ્સ કેટલોગોરમમાં પણ આ ગંગાધરની કૃતિઓ અને એના સંબંધી વક્તગત માહિતી ટૂંકમાં પણ સારી એવી મળે છે. ગ્રંથકારનું સંપૂર્ણ નામ ગંગાધર રામચંદ્ર પાઠક. એમના પિતા મહાયાજ્ઞિક હતા. તેઓ હરિશંકરના અનુગામી હોઈ, તેમા દીક્ષિત તેમ જ મહાયાજ્ઞિક હતા. પોતે ખૂબ જ વિનમ્રતાથી અંતે લખે છે---- यदत्र सौष्ठवं किचित्तद्गुरोरेव केवलम् ।। यदत्रासौष्ठवं किंचित्तन्ममैव गुरोर्न हि ॥ પિતાના સમય વિશે | મંથકાર ગંગાધરે સ્પષ્ટ રીતે એક પ્લેટમાં માહિતી આપી છે, જે ખૂબ જ ઉપયોગી છે– वर्षे षोडशके त्रिषष्टिसमये वासन्तिके माधवे । qળે વવારે * * જતે મારૂં માને श्रीमद्गुर्जरमण्डले द्विजयुते श्रीस्तम्भतीर्थे शुभे । श्रीमत्पाठकरामचन्द्रतनयो गङ्गाधरोऽलीलिखत् ॥ એટલે જ સંવત ૧૬૬૩ ના વર્ષે વસંતઋતુમાં મધૂમાસ એટલે રૌત્રમહિનામાં પૂનમના દિવસે રવિવારે ઉદયયનમાં સૂર્યમંડળનું ભ્રમણ હતું ત્યારે આ પ્રવાસકૃત્ય ગ્રંથ પૂરો થયો છે. અહીં ૧૬ ૬૩ વર્ષ એ વિક્રમ સંવત હોવાથી ગ્રંથકારને સમય ઈ. સ. ૧૬૦૬-૦૭ થશે. ઉપર્યુક્ત પોતાના વતનની પણ સુસ્પષ્ટ શબ્દોમાં આપણને જાણ કરાવી છે. ગુર્જરમંડળના સ્તંભતીર્થ માં તેનું વાસ્તવ્ય હતું-એટલે અત્યારના ખંભાતમાં. એમના ભાઈ યાજ્ઞિક નારાયણ. બલભદ્ર પાઠક અને એમના પુત્ર દેવભદ્ર પાઠક પણ એમના જ કુટુંબના વિદ્વાન હતા. ગંગાધરના પિતા રામચંદ્ર પાઠકને રુદ્રજપસિદ્ધાન્તશિરોમણિ નામક ગ્રંથ મળે છે. ગંગાધરના પિતાના પ્રવાસકૃસિવાય પવનિર્ણય, વાજમાનપદ્ધતિ, યાગકાલવિવેક, સર્વતમુખપદ્ધતિ, હોવર્ધકાલનિર્ણય, અને કાત્યાયનશુદ્ઘસૂત્ર ઉપરનું ભાથું એવા અનેક ગ્રંથે | કેટલોગ કેટલો ગોરમમાં આપેલી માહિતી ઉપરથી જાણવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલાક ગ્ર ઘા એમણે લખ્યા હવાને પ્રસ્તુત સંશાધકને મત હાઈ એ વિશે વિશેષ સંશોધન ચાલુ છે. દેવભદ્ર પાઠકે પણ દશમુખકોટિમ પદ્ધતિ અને અન્ય ગ્રંથ લખ્યા હાઈ–આ પાઠકકુટુંબનું સંસ્કૃત સાહિત્યમાં પદાન વિશે પ્રસ્તુત સંશાધકનું સંશોધન ચાલુ છે. વા. ૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108