Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગત કવિ “પતીલ'નાં અપ્રગટ હિંદી-અંગ્રેજી ગીતકાવ્યો ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ) જન્મ-ઉછેર–અભ્યાસ-વ્યવસાય – ગુજરાતના ૬ બાવરન’ આધુનિક નર્મદ અને “નિરાલા'ના નામથી ઓળખાતા ને પતીલ ઈકલસરી 'ના ઉપનામથી જાણીતા ગુજરાતના સદ્દગત કવિ શ્રી “પતીલ”નું મૂળ નામ તે શ્રી. મગનભાઈ બાદરભાઈ પટેલ. તેમને જન્મ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગામે તા. ૮ ઓગષ્ટ ૧૯૦૫ના રોજ થયો હતો. એ અંકલેશ્વરના હોવાથી “ઈક લેસરી' કહેવડાવામાં ગર્વ અનુભવતા ને અવનવું કરવાની વૃત્તિથી તેમણે “ પતીલ' ઉપનામ ધારણ કરેલું. આમ, સમગ્રતયા એમણે પતીલ ઈકલેસરી' ઉપનામ અપનાવ્યું હતું. આ ઉપરાંત પણ એમણે “ સ્નેહનયા, સ્નેહનોકા, સીયશેલાલા, છનછૂટ ડટ્ટો અને ઈકલેસરી” વગેરે જેવાં ઉપનામ પણ સાહિત્યક્ષેત્રે ધારણ કરેલાં હતાં. આધુનિક ગુજરાતી સાહિત્યના તેઓ અને ખા કવિ હતા. - ' એમના પિતાનું પૂરું નામ ભદરભાઈ જયરામભાઈ પટેલ, એ તંબાકુના વેપારી હતા. એમની માતાનું નામ ભૂરીબહેન, કવિએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ્ અંકલેશ્વરમાં લઈ મુંબઈ યુનિ.ની મેટ્રિક અને ચિત્રકલાની ઇંટરમિડિયેટ ડ્રોઈંગની પરીક્ષા ઉત્તીર્ણ કરી કાપડની દુકાન કાઢી જીવન-કારકિર્દીની શરૂઆત કરી હતી. પણ તત્કાલીન સત્યાગ્રહ ને વિદેશી કાપડના બહિષ્કારના આંદોલનના કારણે અમણે વેપાર સમેટી દુકાનનું કાપડ જ્ઞાતિજનેને બક્ષિસ રૂપે આપી દીધેલું. એ પછી એમણે પિતાજીની ઈરછાનુસાર રેવન્યુ ખાતાની સરકારી નોકરી લીધી હતી, પણું રૂશ્વતખેરી ને મલિન વાતાવરણને લીધે પિતાના અવસાન બાદ એમણે એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ અંકલેશ્વરની મ્યુનિ. હાઇસ્કૂલમાં એ શિક્ષક તરીકે જોડાયા હતા. એ પછી તેઓ મહેસાણા જિલ્લાના કડીની સાર્વજનિક હાઈસ્કૂલમાં પશિયનના શિક્ષક તરીકે જોડાયા હતા, પણ એ સ્કૂલ સરકારે લઈ લીધાથી એ નોકરી છોડી તેઓ શુકલતીર્થની નર્મદા હાઈસ્કૂલમાં સંસ્કૃત ને પશિયનના શિક્ષક તરીકે જોડાયા હતા. ચિત્રકલામાં તેઓ ઘણા પારંગત હતા સ્વાદયાય', પૃ. ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૬૭-૮૨. ' જ અહીં ઉપગમાં લીધેલ અપ્રગટ હિંદી-અંગ્રેજી કાવ્યરચનાઓ માટે ત્રણ સ્વીકા ૨-કવિપત્ર શ્રી નટવ૨ મ. પટેલ “ અંકલેસરી”-વડોદરા. * D-1/1, Bajaj Colony, Post-MIDC, Waluj (431 136 ), Via Aurangabad (Maharashtra ). For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108