________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકુંદ લાલજી વાડેકર
નંધ્યું છે તેમ, અમદાવાદના વતની ગંગાધરે છન્દોબદ્ધ પદ્ધતિથી ઉ અંગે ધર્મશાસ્ત્રીય વિચાર ઉત્સવનિર્ણયમંજરીમાં પ્રસ્તુત કર્યો. પ્રસ્તુત લેખમાં જેમના વિશે વિચાર કર્યો છે, તે ગંગાધર ખંભાતના મહાયાજ્ઞિક હોઈ પ્રવાસકૃત્ય નામક ગ્રંથન કર્તા હતા. પ્રવાસકૃત્ય નામક પ્રસ્તુત અલ્પજ્ઞાત અને અપ્રકાશિત ગ્રંથ અને એના ગ્રંથકાર ગંગાધરનો પરિચય આપવાને પ્રસ્તુત લેખમાં પ્રયત્ન કર્યો છે.
- ન્ય કેટલોગસ્ કેટેગોરમમાં ગંગાધર નામના અનેક વિદ્વાનોને ઉલેખ છે. તેમાં પ્રસ્તુત ગ્રંથ અને ગ્રંથકાર તેમ જ એની કૃતિઓ અંગે ટ્રકમાં પણ ઘણી સારી માહિતી મળે છે. મ.મ. પી.વી. કાણે એ પોતાના હિસ્ટ્રી ઑફ ધર્મશાસ્ત્રના પ્રથમ ખંડના બીજા ભાગમાં ધર્મશાસ્ત્રના ગ્રંથ અને ગ્રંથકારોની જે સૂચીઓ આપી છે, એમાં પણ એને ઉલેખ મળે છે. તે માહિતી પણ ખૂબ જ ઓછી છે. એમાંથી પ્રવાસકૃત્યગ્રંથના ગ્રંથકાર ગંગાધર ખંભાતના વતની હતા, એ અગત્યની કડી મળે છે. એના પરથમ ગુજરાતના પ્રસ્તુત ધર્મશાસ્ત્રના ગ્રંથકારના ઉપર્યુક્ત ગ્રંથ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ. પણ પ્રવાસકૃત્યગ્રંથ ગુજરાતના ગ્રંથભંડારોમાં નહીં, પણ ઍલઍટક સેસાયટી ઑફ કલકત્તાની એક દુર્લભ હસ્તપ્રતમાં સચવાયેલું હોવાથી, ગ્રંથની માફક એની હસ્તપ્રત પણ અગત્યની બની રહે છે. પ્રસ્તુત લેખક માર્કંડેય પુરાણુની હસ્તપ્રતોના કામ માટે કલકત્તા ગયા હતા, ત્યારે ગુજરાતની અસ્મિતાથી પ્રેરાઈને ઉક્ત દુર્લભ હસ્તપ્રતની ઝેરેકસ નકલ સંશોધનાર્થે લાવ્યો, જેના આધાર પર આ લેખ દ્વારા એ અલ્પજ્ઞાત ગ્રંથ અને ગ્રંથકારને પ્રકાશમાં લાવવા પ્રયત્ન છે. એશિઍટક સોસાયટી ઓફ કલકત્તાના સત્તાવાળાઓએ એ હસ્તકનની ઝેરોકસ આપી, તે માટે લેખક એમને ઋણી છે.
દુલભહસ્તપ્રત
ઉપર જણાવ્યા મુજબ પ્રવાસકૃત્વમંથની એક ખૂબ જ દુર્લભ હસ્તપ્રત એશિએટિક સાયટી ઓફ કલકત્તાની II-I063 ક્રમાંકની ખૂબ જ જુના, જીર્ણ થયેલા કાગળ ઉપર કાળી શાહીથી લખાયેલા છે, જેનાં ૧૦ પાનાં હેઈ, પત્રોની બન્ને બાજુએ એ લખાયેલી છે. દરેક પાનાં ઉપર લગભગ એક બાજુએ ૧૧ લીટીઓ અને દરેક લીટીમાં લગભગ ર૯ અક્ષરો છે. એક જ લહિયાએ લખેલ આ હસ્તપ્રત ખૂબ જ જૂની હેઈ, અનેક જગ્યાએ એનાં પાનાં ફાટેલા હોવાથી પૂરેપૂરાં વાંચી શકાય તેમ નથી. હસ્તપ્રતને ઍસિટિક સાયટીના સત્તાવાળાઓએ લેમિનેશન કર્યું છે. પુપિકામાં લહવાએ પિતાને લેખનસમય સંવત્ ૧૭૩૯ ( ઈ. સ. ૧૬૮૩), માર્ગ, શીર્ષ કૃષ્ણ પક્ષ સપ્તમી એવો આપ્યો છે. અક્ષરે સુવાચ્ય હોવા છતાં ગ્રંથ અનેક જગ્યાએ તૂટેલો ( damaged) હોવાથી અમુક જગ્યાએ વાંચી શકાતું નથી. હસ્તપ્રતનું માપ ૧૯.૫ સે.મિ. * ૧૦ સે.મ છે. બન્ને બાજુએ હાંસિયા (margins) ૨.૫ સે.મ ના અને ઉપર અને નીચે
7 Ibid, pp. 203-204.
8 Kane, P. V.: History of Dharmasastra, Vol. 1, Part II, Bhandarkar Oriental Research Institute, Poona, 1975, PP 1072-73 and pp. 1172-73.
For Private and Personal Use Only